દાહોદ તાલુકાના બોરડી નજીક ગુડ્‌સ ટ્રેનના ટેન્કરમાંથી ગેસ ગળતર થતાં રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયાં

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લાના મુખ્ય મથકથી પસાર થતાં દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર બોરડી નજીક ગુડસ ટ્રેનના ટેન્કરમાંથી ગેસ ગળતર થતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ સહિત અગ્નિશામક દળના લાશ્કરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા જાેકે સદ્‌નસીબે કોઇ જાનહાની બનવા પામી હતી પરંતુ આ સમગ્ર ઘટના દરમ્યાન દિલ્હી મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ થી પસાર થતો દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર બોરડી નજીકથી અત્યંત જ્વલનશીલ ગણાતા ગેસ ભરેલી ગુડ્‌સ ટ્રેન પસાર થઈ રહી હતી તે સમયે રેલવે ફાટક પાસે ગેટ મેનની નજર આ ગેસ ગળતર થતા ટેન્કર પડી હતી.રેલવે ગેટમેને સતર્કતા દાખવી બનાવની જાણ સેન્ટીંગવાળા તેમજ સ્ટેશન માસ્ટર સહીત રેલવેના ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી.તેમજ આ ગુડ્‌સ ટ્રેનને બોરડી પાસે ઉભી રાખી ગેસ ગળતર થતાં ડબ્બાને જુદું કરી લુપ લાઈન પર ખસેડવામાં આવ્યો હતો.ત્યારબાદ રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તેમજ અગ્નિશામક દળ તેમજ ફાયર સેફટી ટીમના લશ્કરો સહીત તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ દિલ્હી મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર થોડા સમય માટે રોકી દેવામાં આવ્યો હતો અને આ ગેસ ગળતર થતો અટકાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો સમાચાર લખાય છે. ત્યાં સુધી ફાયર સેફટી ટીમ દ્વારા ગેસ ગળતર ને અટકાવી દેતા જાનહાનિ બનતા અટકી હતી. તેમજ તમામ પરિસ્થિતિઓ પુર્વવત થતા રેલ વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: