૨જી ઓક્ટોમ્બરથી ૩૧ ઓક્ટોમ્બર દરમ્યાન ગાંધી સંકલ્પ યાત્રા યોજાશે

પદયાત્રાના આયોજન માટે લીમખેડા ખાતે મીટીંગ યોજાઈ
ભારતીય જનતા પાર્ટી દાહોદ જીલ્લાના મહામંત્રી તેમજ ગાંધી સંકલ્પ યાત્રાના ઈન્ચાર્જ નરેન્દ્રભાઈ સોની એક અખબારી નિવેદનમાં જણાવે છે કે સમગ્ર ભારતભરમાં તમામ લોકસભા વિસ્તારોમાં તાઃ૨જી ઓક્ટોમ્બરથી ૩૧ ઓક્ટોમ્બર દરમ્યાન ગાંધી સંકલ્પ યાત્રા યોજાશે.જેમાં સાંસદઓ પોતાના વિસ્તારમાં ૧૫૦ કલાક તેમજ ૧૫૦ કિલોમીટર પદયાત્રા કરશે તેના આયોજન માટે લીમખેડા ખાતે મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ,જીલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર, સુધીરભાઈ લાલપુરવાલા, મહેશભાઈ ભુરીયા, નરેન્દ્રભાઈ સોની, દિપેશભાઈ લાલપુરવાલાની ઉપસ્થિતિમાં પદયાત્રાના આયોજન માટે લીમખેડા ખાતે મીટીંગ યોજાઈ હતી.
જેમાં દાહોદ જીલ્લામાં પણ જીલ્લા ભાજપ દ્વારા સાંસદ જશવંતસિંહજી ભાભોરનાં નેતૃત્વમાં તાઃ૩ ઓક્ટોમ્બરથી ગરબાડા પદયાત્રા શરૂ થશે જે ૧૮ ઓક્ટોમ્બર સુધી જીલ્લાના વિવિધ સ્થાનો પર ફરશે.આ પદયાત્રામાં ગાંધીજીના ટેબલો,ભજન મંડળીઓ સાથે રહેશે. આ યાત્રામાં વૃક્ષારોપણ,સ્વચ્છતા,પ્લાસ્ટીક,મુક્ત ભારત,વિગેરે વિષયોને આવરી લેવામાં આવશે. તેમજ આ યાત્રામાં જે તે વિસ્તારમાં દરરોજ ૫૦૦ થી ૧૦૦૦ કાર્યકર્તા તેમજ ગ્રામજનો,નગરજનો જોડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!