દેવગઢ બારીઆ તાલુકાના ભુવાલે ગામેથી પોલિસે રૂ.૬૭ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટક કરી
દાહોદ તા.૨૯
દેવગઢ બારીઆ તાલુકાના ભુવાલ ગામે એક વ્યÂક્ત વિદેશી દારૂની હેરાફેરી કરતો હોય તે સમયે ત્યાથી પોલિસ પસાર થતાં પોલિસે તેની પાસેથી કુલ રૂપીયા ૬૭,૭૫૦ ના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી વિદેશી દારૂ ભરી આપનાર તથા મંગાવનાર એમ ત્રણેય જણા વિરૂધ્ધ પોલિસે ગુનો નોંધી ફરિયાદ નોંધ્યાનું જાણવા મળે છે.
ધાનપુર તાલુકાના પાવ ગામે ગડી ફળિયામાં રહેતા હિંમતાભાઈ ઉર્ફે હિંમતભાઈ નુરજીભાઈ સંગોડ ગતરોજ પોતાની સાથે વિદેશી દારૂનો જથ્થો લઈ દેવગઢ બારીઆ તાલુકાના ભુવાલ ગામે જમરાસીયા ચોકડી ખાતે ઉભો હતો તે સમયે ત્યાથી પસાર થતી પોલિસને તેની ઉપર શંકા જતાં તેને રોકી તેની પાસેના માલસામાનની તલાસી લેતા પોલિસે વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૫૫૦ જેની કુલ કિંમત રૂ.૬૭,૭૫૦ ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત ઈસમની અટક કરી હતી જ્યારે આ વિદેશી દારૂ મંગાવનાર તથા ભરી આપનાર પરશુભાઈ મોસાભાઈ પલાસ (રહે.રયાવણ, તા.ધાનપુર,જિ.દાહોદ) તથા કમલેશભાઈ ડાંગીયાભાઈ સંગોડ (રહે.પાંવ, તા.ધાનપુર,જિ.દાહોદ) એમ ત્રણેય વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.