વડાપ્રધાનના આઠ વર્ષની સેવા સુશાસન નિમિત્તે સંજેલી માં ત્રીરંગા યાત્રા બાઇક રેલીનું દાહોદ જિલ્લાના ભાજપાના પ્રમુખ શંકર અમલીયારએ પ્રસ્થાન કરાવ્યું

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૫

સંજેલી માં વિવિધ વિસ્તારોમાં ફરી ત્રીરંગા યાત્રા બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આઠ વર્ષ સેવા સુશાસનની ઉજવણીના ભાગરૂપે સંજેલી યુવા મોરચા દ્વારા ત્રીરંગા યાત્રા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

     સંજેલી ખાતે કેન્દ્રની ભાજપની સરકાર અને  સૌના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આઠ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સંજેલી શહેરમાં યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. PM નરેન્દ્રભાઈ મોદીના સરકારના સુશાસનના આઠ વર્ષના ઉપલક્ષમાં યુવા મોરચા દ્વારા સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે એક ભવ્ય તિરંગા યાત્રાનુ સંજેલી નગરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંજેલી ના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.દાહોદ જિલ્લાના ભાજપાના  પ્રમુખ શંકરભાઇ આમલીયાર જિલ્લા ભાજપાના યુવા મોરચા પ્રમુખ મોહિત ડામોર સંજેલી મંડળના પ્રમુખ રમેશ તાવિયાડ સંજેલી યુવા મોરચાના પ્રમુખ  સહિત તાલુકાના ભાજપા ના હોદ્દેદારો યુવા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અને સંજેલી  નગરમાં ભવ્ય તિરંગા યાત્રા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!