ઝાલોદ તાલુકાના પેથાપુર ગામે મહિલા ઉપર બળાત્કાર ગુજારતો એક ઈસમ
દાહોદ તા.૨૯
ઝાલોદ તાલુકાના પેથાપુર ગામે એક મહિલા લઘુશંકા માટે જતા તે સમયે એક ઈસમ મોટરસાઈકલ પર આવી મહિલાને બળજબરી પુર્વક મોટરસાઈકલ પર બેસાડી જંગલમાં લઈ જઈ મારી નાખવાની ધમકી આપી તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યાનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકામાં રહેતી એક પરણિત મહિલા ગતરોજ ખુલ્લામાં લઘુશંકા માટે ગઈ હતી જ્યા ઝાલોદ તાલુકાના બલેન્ડીયા પેથાપુર ગામે રહેતો મીનેશભાઈ કનુભાઈ ભુરીયા મોટરસાઈકલ પર આવી પરણિતાન ધાકધમકી આપી તેના પતિને મારી નાખવાની ધમકી આપી મોટરસાઈકલ પર બળજબરીપુર્વક બેસાડી નજીકમાં આવેલ જંગલમાં લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતા આ સંબંધે પરણિત મહિલાએ લીમડી પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.