ઝાલોદ નગરના રાધાકૃષ્ણ મંદિરે ભગવાન જગન્નાથજીનું જલાભિષેક કરવામાં આવ્યું : જગન્નાથજીની પાંચમી શોભાયાત્રા માટે રથયાત્રા કમિટી દ્વારા તડામાર તૈયારીઓ
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૫
ઝાલોદ ખાતે ભગવાન જગન્નાથજીની યાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, કોરોના પછી જગન્નાથજીની યાત્રા ધૂમધામ થી નીકળનાર હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ છે, આજ રોજ ડબગર વાસ ખાતે આવેલ રાધાકૃષ્ણ મંદિરે ભગવાન જગન્નાથજીને ત્યાં રહેતા લોકોએ ખુબજ ઉત્સાહ પૂર્વક વધાવી લીધો હતો, જય જગન્નાથના નારાથી આખું મંદીર પ્રટાંગંણ ગાજી ઉઠયું હતું, રાધાકૃષ્ણ મંદિર ખાતે ભગવાન જગન્નાથજી નું અભિષેક કરી પૂજા આરતી કરવામાં આવી હતી, દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નીકળનાર છે, રાધાકૃષ્ણ મંદિર ખાતે ભાવિક ભક્તો દ્વારા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ની પવિત્ર પૂજાવિધિ, જલાભિષેક તેમજ આરતી કરવામાં આવી હતી આમ રથયાત્રા અગાઉ થતી તમામ વિધિ કરવામાં આવી રહી છે