દુકાનદારો દ્વારા સમયસર ભાડુ ન ભરતા દુકાનો સીલ કરવામાં આવી : દાહોદના રાત્રી બજારમાં ચાલતી ૧૨ ખાણીપીણીની દુકાનોને સીલ કરાઈ
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૬
દાહોદ શહેરના રાત્રી બજારમાં આવેલી ૨૦ પૈકી ૧૨ ખાણીપીણીની દુકાનોનું ભાડુ બાકી હોવાથી નગરપાલિકા તંત્ર દ્વારા ઉપરોક્ત દુકાનોને સીલ કરવામાં આવી હતી જાેકે ૨૦ પૈકી ૬ દુકાનદારો દ્વારા સમયસર ભાડુ ભરવામાં આવતું હતું તેમજ એક દુકાનદારે સ્થળ પર જ બાકી નીકળતું ભાડુ જમા કરાવી દેતા દુકાનની સીલ ખોલી દેવામાં આવી હતી. દાહોદ શહેરના ભરપોડા સર્કલ પાસે આવેલા રાત્રી બજારમાં ભારતી ઉધાન તેમજ ફૂડકોર્ટ આવેલું છે જેમાં ખાણીપીણીની કુલ ૨૦ દુકાનો આવેલી છે જે પૈકી ૧૩ દુકાનોનું છેલ્લા ઘણા સમયથી ભાડુ બાકી હતું જે સંદર્ભે નગરપાલિકા દ્વારા ઉપરોક્ત દુકાનદારોને એક માસ અગાઉ નોટિસ પણ ફટકારવામાં આવી હતી. તેમજ ભાડાના ભરપાઈ માટે ટેલિફોનિક જાણ પણ કરવામાં આવી હતી. જાેકે દુકાનદારો દ્વારા પાલિકામાં સમયમર્યાદામાં ભાડુ ભરપાઇ ન કરતા આજરોજ નગરપાલિકાના કર્મચારિયો દ્વારા રાત્રી બજારમાં ૧૩ દુકાનોને સીલ મારી દીધી હતી. જેમાં એક દુકાનદાર દ્વારા સ્થળ પર જ બાકી નીકળતો ભાડું ભરી દેતા પાલિકા દ્વારા દુકાન ની સીલ ખોલી દેવામાં આવી હતી.
આમ રાત્રી બજાર માં ચાલતી ૧૨ જેટલી દુકાનોના સમયસર ભાડાની ભરપાઈ ન થતાં પાલિકા તંત્ર દ્વારા આજરોજ દુકાનોને સીલ મારવામાં આવી હતી.

