Post Views:
459
દાહોદ તા.૨૯
ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે એક બંધ મકાનના દરવાજાનું તાળુ તોડી તસ્કરોએ મકાનમાંથી સોના – ચાંદીના દાગીના કુલ રૂ.૮૭,૦૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતા આ સંબંધે ફરીયાદ નોંધાવા પામી છે.
ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે રહેતા કમલેશભાઈ નવલસિંહ હઠીલાના બંધ મકાનને ગતરોજ તસ્કરોએ નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યાે હતો અને અંદરથી સોના – ચાંદીના દાગીના કુલ કિંમત રૂ.૮૭,૦૦૦ની મત્તાની ચોરી કરી લઈ જતાં આ સંબંધે કમલેશભાઈ નવલસિંહ હઠીલાએ જેસાવાડા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.