દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ખેલાડીઓને આ સ્પર્ધાથી રાજ્ય તેમજ દેશ કક્ષાએ પોતાની પ્રતિભા બહાર લાવવાનો મોકો મળશે : સાંસદ જશવંતસિંહ ભાભોર : ઉર્તિણ રમતવીરોને અમારા તરફથી હર હંમેશ મદદ મળી રહેશે
સાંસદ ખેલ સ્પધૉ મા મોટી સંખ્યા મા રમતવીરોએ ઉત્સાહ ભેર ભાગ લીધો







દાહોદ તા.૧૬
દાહોદ શહેરના સીટી ગ્રાઉન્ડ ખાતેથી આજરોજ દાહોદ જિલ્લાના સાંસદ દ્વારા ખેલ સ્પર્ધાનું વિવિધ રમતોના ઉદ્ઘાટન સાથે રમતોને રમતવીરો માટે ખુલ્લુ મુક્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપાના અગ્રણીઓ સહિત કાર્યકર્તાઓ તેમજ ખેલાડીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
આજે દાહોદમાં સાંસદ જસવંતસિંહ ભાભોરે સાંસદ ખેલ સ્પર્ધાનું દાહોદ સીટી ગ્રાઉન્ડ ખાતેથી ઉદ્ઘાટન કર્યું. દાહોદ દાહોદ જિલ્લા દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઈ આમલીયાર, પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા, નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈ, શહેર પ્રભારી ભરતસિંહ સોલંકી, જિલ્લા પંચાયતના સભ્ય સુધીરભાઈ લાલપુરવાલા તેમજ મહાનુભવો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં. ક્રિકેટમાં લગભગ ૧૮ જેટલી ટીમોએ ભાગ લીધો છે. વોલીબોલનું પણ અલગ આયોજન કરવામાં આવેલ છે. કબડ્ડી પણ સાંસદ ખેલ સ્પર્ધાના અનુસંધાને ત્રિવેણીના મેદાનમાં શરૂઆત કરવામાં આવી હતી. ત્રણેય જગ્યાએ સાંસદ જસવંતસિંહ ભાભોર જઈને રમતોનો શુભઆરંભ કરાવ્યો હતો. દાહોદ શહેરના મોટાભાગના રમતવીરો હાજર રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆત માં ભારતીની આરતી સાથે કરવામાં આવી હતી.

