પીવાનું પાણી ન મળતાં સ્થાનીકોમાં ભારે રોષ ફેલાયો ઃ દાહોદની લક્ષ્મીપાર્ક સોસાયટીમાં કડાણાની પાણીની પાઈપ લાઈનના અભાવે લોકોને ભારે હાલાકી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૭
દાહોદ શહેરમાં આવેલ લક્ષ્મીપાર્ક સોસાયટી ના રહીશો છેલ્લા ૧૫ વર્ષ થી પાણીની લાઈન માટે રાહ જાેઈ રહ્યા છે. સોસાયટીમાંથી કડાણા જળાશય યોજના આધારિત પાણી ની લાઈન પસાર થાય છે તેમ છતાં પાણી માટે કનેક્શન ન અપાતાં અહીંના સ્થાનીક લોકોમાં ભારે આક્રોશ સાથે લોકોને પાણીના વલખા મારવા પડી રહ્યાં છે.
સરકાર દ્રારા નળ સે જળ યોજના ની જાહેરાત કર્યા બાદ લોકો ને ઘરે ઘરે પાણી પહોચડવાના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે દાહોદના લક્ષ્મીનગરના સ્થાનીક લોકો છેલ્લા ૧૫ વર્ષથી ૪૦૦ થી વધુ ઘરના લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. દાહોદ નગરપાલીકા હદ ને અડી ને આવેલ લક્ષ્મીપાર્ક સોસાયટી જેનો સમાવેશ ગલાલિયાવાડ ગ્રામ પંચાયતમાં આવે છે. છેલ્લા ૧૫ વર્ષ થી સોસાયટી બન્યા પછી આજ સુધી સોસાયટીમાં પાણીની સુવિધા નથી મળી. લોકો ને વેચાતા પાણી ના ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે. સોસાયટીમાં ૪૦૦ ઉપરાંત ઘરો આવેલા છે. કડાણા જળાશય આધારિત પાણી ની લાઇન આ સોસાયટી માથી પસાર થઈ રહી છે તે લાઈનમાંથી એક મકાન માલિકે ગેરકાયદેસર રીતે લાઈન માં પંચર પાડી પાણી નું જાેડાણ કરી લેતા રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રહીશો નું કહેવું છે કે જાે એક વ્યક્તિ પોતાની વગથી ગેરકાયદેસર રીતે કનેક્શન મેળવી શકે તો આખી સોસાયટી ને પાણી કનેક્શન કેમ નથી આપવામાં આવી રહ્યા. આમ, દાહોદ જિલ્લામાં કડાણા પાણીની મોટી મોટી જાહેરાતો વચ્ચે પણ દાહોદ જિલ્લામાં એવા ઘણા ગામો, વિસ્તારો છે ત્યા હાલ પણ પીવાના પાણી માટે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.