દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના વધતાં બનાવો : દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં બેના મોત નીપજ્યાં

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લામાં બે જુદા જુદા સ્થળોએ સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં એક બાળકી સહિત બે વ્યક્તિઓના મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના ગમલા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૫મી જુનના રોજ એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ ગમલા ગામે કમળી ફળિયામાં રહેતાં બાળકી ધ્વનીબેનને અડફેટમાં લેતાં ધ્વીનીબેનને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન ધ્વનીબેનનું મોત નીપજ્યું હતું. આ સંબંધે ગમલા ગામે કમળી ફળિયામાં રહેતાં કબુબેન દિનેશભાઈ બારીયાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૪મી જુનના રોજ હાઈવે રોડ પર એક એક આઈસરના ચાલકે પોતાના કબજાની આઈસર ગાડી સાંજના સાડા સાતેક વાગ્યાના આસપાસ હાઈવે રોડ રેડની બાજુમાં અન્યની જીંદગી જાેખમાય તે રીતે રસ્તાની સાઈડમાં સાઈડ લાઈટો કે અન્ય કોઈ માધ્યમ વગર પાર્ક કરતાં તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ ઈશ્વરભાઈ લાલજીભાઈ પરમાર (રહે. કાળીમહુડી, રવજી ફળિયુ, તા. ઝાલોદ, જિ.દાહોદ) આ આઈસરની પાછળ ધડાકાભેર અથડાતા તેઓને શરીરે હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓનું મોત નીપજ્યું હતું. આ સંબંધે ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામે રવજી ફળિયામાં રહેતાં રણજીતભાઈ ઈશ્વરભાઈ પરમારે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: