વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને દેશમાં વધતી જેહાદી હિંસા વિરૃધ્ધ કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૧૭
નૂપુરશર્માના નિવેદન પછી દેશમાં અસામાજીક તત્વો દ્વારા અસામાજિક પ્રવૃત્તિ કરાઈ હતી
દાહોદ જિલ્લાના દરેક તાલુકામાંથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો આજરોજ દાહોદ કલેક્ટર ઓફિસ ખાતે આવી ભેગા થઈ એક સૂરમાં જેહાદી અને કટ્ટરતાવાદી અસામાજિક તત્વો વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો
આજરોજ દાહોદ જિલ્લા કલેકટર ને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા દેશમાં વધતી જેહાદી હિંસા અને કટ્ટરતાવાદ વધી રહેલ છે અને હિન્દુઓ પર જે હુમલા થાય છે તેને રોકવા માટે આવેદન અપાયું, હિન્દુઓના ધાર્મિક તહેવારો પર જે હિંસા થઈ તેના લીધે કેટલાય સ્થાનો પર કર્ફ્યુ લગાવું પડયું હતું, આજે હિન્દુ પોતાના દેશમાંજ હિંદૂ ઉત્સવ શાંતિ પૂર્વક ઉજવી શકતો નથી તે એક ગંભીર બાબત કહેવાય
હાલ નૂપુર શર્મા તેમજ જિંદલના બયાનોને લઈ જે હિંસા થઈ તેમાં હિન્દુઓની દુકાન અને મકાનોને તેમજ સરકારી સંપત્તિને પણ નુકશાન થયેલ છે અને અમુક લોકોને જાનથી મારવાની ધમકી પણ મળેલ છે, જેમણે દેશના કાયદા કાનૂનને મજાક બનાવેલ છે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવેલ છે,
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવેદનમા હિન્દુઓ પર અને મંદિરો પર હુમલાઓ કરનાર કટ્ટરવાદીઓને ઓળખી તેની સામે કડક હાથે કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠાવી છે
આ ઉપરાંત રાષ્ટ્રપતિને સંબોધતુ આવેદનપત્ર કલેક્ટરને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આપવામાં આવ્યું હતું

