ઝાલોદ તાલુકાના રાષ્ટ્રીય આદિવાસી મંચના આગેવાન અજીતદેવ પારગી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું : અનુ.જનજાતિ અંગેના દાખલાઓ માટે વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા મામલતદારને આવેદનપત્ર અપાયું

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૮

 આખા ગુજરાત તેમજ દરેક વિસ્તારોમાં હાલ શાળાઓ ખુલી રહી છે, શાળા ખુલતાજ એડમિશન માટે સ્કૂલ, કોલેજ કે અન્ય શૈક્ષણિક સંસ્થાઓમા એડમિશન માટે દોડાદોડ ચાલુ થઈ ગઈ છે, હાલ અનુ.જનજાતિના વિદ્યાર્થીઓને નવાં એડમિશન લેવા માટે ખૂબ જ તકલીફ પડી રહી છે કેમકે એડમિશન માટે આવક જાતિ અંગેના દાખલાઓની ખુબ જ જરૂરીયાત રહે છે ,આદિવાશી વિધાર્થીઓને અનુ.જનજાતિ અંગેના જાતિ પ્રમાણપત્ર માટે ખુબ અગવડતા પડી રહેલ છે, ત્યારે હાલમાં મામલતદાર કચેરી ખાતે દાખલા લેવા માટે લાંબી કતારો લાગેલ જોવા મળે છે,દાખલા લેવા માટે બિનજરૂરી ડોક્યુમેન્ટની માંગણી કરાવાતી હોવાનું જાણવા મળ્યું છે, તેથી અનુ.જનજાતિના વિદ્યાર્થીઓને ઘણી તકલીફનો સામનો કરવો પડી રહેલ છે, બિનજરૂરી ડોક્યુમેન્ટ મેળવવા માટે તેમને ખોટા ખર્ચાનો સામનો કરવો પડી રહેલો છે તો બીજી બાજુ સોગંદનામા માટે સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વધુ રકમ પડાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે, આ અંગે એક આવેદનપત્ર રાષ્ટ્રીય આદિવાસી મંચ દ્વારા મામલતદારને આપવામાં આવ્યું જેમાં જેમાં અનુ.જનજાતિને આ માટે સમય, રૂપિયા માટે ઘસારો થાય છે તે તકલીફ દૂર કરી બિન જરૂરી લાંબી પ્રક્રિયા દૂર કરી ઝડપી અને સરળ પ્રક્રિયા કરે તેથી ગરીબ પ્રજા અને વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે તેવું આવેદનપત્ર આજરોજ રાષ્ટ્રીય આદિવાસી મંચના સામાજિક કાર્યકર્તા શ્રી અજીતદેવ પારગી અને એડવોકેટ શ્રી પ્રકાશભાઈ પરમાર,શ્રી વિપુલભાઈ સંગાડા,શ્રી રણજીત મકવાણા, શ્રી સુરેશભાઈ વસૈયા, શ્રી મોહનભાઈ વસૈયા, શ્રી સંતોષભાઈ ભગોરા જેવા વિવિધ ગામોના યુવાનો દ્વારા આપવામાં આવ્યું હતુ.

ઝાલોદ મામલતદારને આવેદનપત્ર આપતા આ અંગે સારો પ્રતિસાદ આપ્યો હતો અને જરૂરી સમસ્યાઓને ધ્યાને લઈ દૂર કરવાનો પ્રયાસ જરૂર કરવામાં આવશે તેવું કહ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: