ઝાલોદ અને લીમડી એપીએમસીમાં વરસાદ બાદ વેપારીઓ સતર્ક

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૯

ઝાલોદ તાલુકામાં બે દિવસથી ઉકળાટ વાળુ વાતાવરણ જોવાય છે તો આજ રોજ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.બપોરના સુમારે લીમડી નગરમાં હળવા વરસાદના છાંટા પડ્યા હતા,તાલુકામાં હલકા પડતાં છાંટા થી થોડી ગરમીમાં રાહત લાગતી હતી અને વાતાવરણમાં ઠંડક જોવાતી હતી,બીજી બાજુ વરસાદથી ખરાબ થતાં પાક ને ઢાંકવા માટે અનાજ માર્કેટના વ્યાપારી કામગીરી કરવામાં લાગી ગયા હતા અને વેપારીઓ દ્વારા પાક ઉપર તાડપત્રી નાખવાની કામગીરી કરતા જોવા મળતા હતા, વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદથી અનાજને નુકસાન ન થાય તે માટે અનાજને ઢાંકવાની કામગીરી કરવામાં વ્યાપારોઓ લાગી ગયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: