ઝાલોદ તાલુકાના લીમડી ખાતે જલ જીવન મિશન અંતર્ગત એજન્સીને પંચાયત માંથી બ્લેક લિસ્ટ કરાઈ : શ્રી મા કન્સ્ટ્રકશન એજન્સીને ત્રણ વર્ષ માટે લીમડી ગ્રામ પંચાયત માંથી બ્લેક લિસ્ટ કરાઈ
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૦
કામગીરી સમય મર્યાદા પ્રમાણે પૂરી ન થતાં પગલાં લેવાયા
ગુજરાત સરકાર દ્વારા નલ સે જલ કાર્યક્રમ આખાં રાજ્યમા ચાલી રહેલ છે, ગુજરાત સરકાર દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી તમામ કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવાના આવેલ છે જેથી આખા ગુજરાત રાજ્યમાં લોકોને પીવાના પાણીની બુનિયાદી સેવા મળી રહે, જેથી દરેક વિસ્તારોમાં વિવિધ કંપનીઓ દ્વારા ગવર્ન્મેન્ટ ની ગાઇડ લાઇન પ્રમાણે ટેન્ડર ભરેલ છે
ઝાલોદ તાલુકાના લીમડી મથક ખાતે પાણી સમિતિ અમલીક્રૂત નલ સે જલ કાર્યક્રમમાં શ્રી મા કન્સ્ટ્રકશન દ્વારા કામગીરી કરવામાં આવતી હતી, શ્રી મા કન્સ્ટ્રકશન ને સોપેલ કામગીરી સમય મર્યાદામાં પૂરી કરવામાં આવેલ ન હોવાથી ગ્રામ પંચાયત લીમડી દ્વારા ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવેલ છે અને શ્રી મા કન્સ્ટ્રકશન દ્વારા ભરેલ ડિપોઝિટ પણ જપ્ત કરવામાં આવેલ છે, તેવો હુકમ લીમડી ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ છે