ઝાલોદ નગરમાં કેન્દ્ર દ્વારા અગ્નિપથ યોજના અંતર્ગત ભારત બંધનો ફિયાસ્કો : ઝાલોદ નગરમાં ચારેબાજુ એ પોલીસ દ્વારા સાવચેતી રૂપે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૦
ભારત સરકાર દેશમાં અગ્નિપથ યોજનાને લાગુ કરવા માટે ખૂબ ગંભીર જોવા મળી રહેલ છે, દેશની ત્રણે સૈન્યએ ભારત સરકારના નિયમોને આધીન ભરતી કાર્યક્રમ જાહેર કર્યો છે આમ કેન્દ્ર સરકાર દ્વારા પોતાનો સ્પષ્ટ અભિગમ જાહેર કરી દીધેલ છે અને અગ્નિપથ યોજના હેઠળ જ આગામી દિવસોમાં સૈન્યમા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે , સૈન્યના ત્રણે પાંખના વડાઓ દ્વારા પણ આ પ્રક્રિયાને સંપૂર્ણ સમર્થન જાહેર કરેલ છે
ઝાલોદ નગરમાં પણ અગ્નિપથ યોજનાના અંતર્ગત પોલિસ દ્વારા સાવચેતીના પગલા લઇ ચારે બાજુ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો , અગ્નિપથ યોજના અંતર્ગત ભારતબંધને લઈ ઝાલોદ તાલુકામાં કોઈ અસર જોવા મળતી નહતી, ઝાલોદ નગરનું જનજીવન રાબેતા મુજબ જ ધબકતું જોવા મળેલ હતું તેથી સ્પષ્ટ રૂપે ઝાલોદ નગરમાં અગ્નિપથ યોજાના અંતર્ગત ભારત બંધનો ફિયાસ્કો જોવા મળેલ હતું