ઝાલોદ મામલતદાર કચેરી આગળ સ્ટેમ્પ વેન્ડરો ની આકસ્મિક તપાસ કરાઈ : 18 તારીખે રાષ્ટ્રીય આદિવાસી મંચ દ્વારા આ અંગે મામલતદાર નું ધ્યાન દોરવામાં આવ્યું હતું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૦
ઝાલોદ મામલતદાર ઓફિસ આગળ બેસતા સ્ટેમ્પ વેન્ડરો પાસે વિધાર્થીઓને તેમજ અન્ય લોકોને સ્કૂલ, કોલેજ કે અન્ય શૈક્ષણિક સંસ્થાઓમા એડમિશન લેવા માટે અનુ.જનજાતિ તેમજ બીજા દાખલાઓની જરૂર પડી રહી છે ,તેનો ફાયદો કેટલાક સ્ટેમ વેન્ડરો નિયત રકમ કરતાં વધુ રકમ લઈ વિધાર્થીઓ તેમજ અન્ય વર્ગ પાસેથી લઈ રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી આ અંગે એક ફરિયાદ 18/06ના રોજ રાષ્ટ્રીય આદિવાસી મંચના આગેવાન અજીત પારગી અને બીજા કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવેલ હતી, તે સંદર્ભે મામલતદાર જૈનીશ પાંડવ દ્વારા તપાસ કરી પગલા લેવાની બાંહેધરી આપવામાં આવેલ હતી ,આ સંદર્ભે આજ રોજ ઝાલોદ પ્રાંત અધિકારી આર.આર.ગોહિલ અને ઝાલોદ મામલતદાર જૈનીશ પાંડવ અને તેમના સ્ટાફ દ્વારા અચાનક તપાસ હાથ ધરવામાં આવેલ હતી, હવે તપાસમાં શું બહાર આવે તે જોવું રહ્યું