ઝાલોદ નગરની બી.એમ.હાઈસ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી : ૨૧મી જૂનની તારીખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચનથી સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવાય છે
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૧
સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહીં પણ ભારત દેશ છે, આજે સમગ્ર વિશ્વમાં યોગ જુદા જુદા પ્રકારે કરાઈ રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં યોગની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી જોવા મળી રહેલ છે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી , વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૧મી જૂનને વિશ્વ યોગ દિવસ ઉજવવા માટે સુચન કરવામાં આવેલ હતું ત્યાર બાદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૧મી જૂનને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે ઠરાવ પસાર કરી દરેક દેશની સહમતી લેવામાં આવી અને ત્યારથી ૨૧મી જૂન 2015 થી યોગ ઉત્સવ સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહેલ છે
આજ રોજ ઝાલોદ નગર ખાતે બી.એમ.હાઈસ્કૂલના ગ્રાઉંડમાં વિશ્વ યોગની ઉજવણી કરવામાં આવી હતી , સવારે 6 વાગ્યાથી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ,અધિકારીઓ, ભાજપના આગેવાનો તેમજ મોટા પ્રમાણમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ,આજની યોગ શિબિરમાં ઝાલોદ પ્રાંત અધિકારી ગોહિલ સાહેબ, મામલતદાર જૈનીશ પાંડવ,સી.પી.આઈ રાઠવા સાહેબ ,પી.એસ.આઈ બારીયા સાહેબ ટીડીઓ પટેલ સાહેબ, સીડીપીઓ એમીબેન પરમાર તેમજ પોલીસ સ્ટાફના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના આગેવાનો ઝાલોદ શહેર પ્રમુખ દિનેશ પંચાલ, મહામંત્રી અનુપ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રમસુભાઈ ભાભોર, શહેર મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન સોલંકી, ભાજપ મહિલા ગ્રામ્ય મહામંત્રી વનિતાબેન પારગી તેમજ ભાજપના અન્ય કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનોની ઉપસ્થિત રહી હતી, આ પ્રોગ્રામમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો