જેતપુર પાવીના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી તરીકે દાહોદ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી સુધીરભાઈ લાલપુરવાલાની નિયુક્ત કરવામાં આવી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૨
વિધાનસભાની ૨૦૨૨ની વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ સમગ્ર ગુજરાતમાં પુરજાેશમાં ચાલી રહી છે ત્યારે તેમાંથી દાહોદ જિલ્લો પણ બાદાત નથી. દાહોદ જિલ્લામાં પણ વિધાનસભા ૨૦૨૨ની ચુંટણીની તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને પ્રભારીઓની નિયુક્તી પણ કરવામાં આવી રહી છે જેમાં જેતપુર પાવીના પ્રભારી તરીકે દાહોદ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી સુધીરભાઈ લાલપુરવાલાની નિયુક્તી કરવામાં આવતાં દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરોઆમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.