માનગઢધામ ખાતે ગુરુગોવિનદની ભારત દેશની સંપસભાની કારોબારી બેઠક ત્રણરાજ્યોની યોજવામા આવી
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૩
ગુજરાત અને રાજસ્થાન ની સરહદ પર આવેલો માનગઢધામ ગુરુગોવિનદ ની પવિત્રધામ મા આજરોજ દાહોદ -પંચમહાલ -મહિસાગર -બાંસવાડા -ડુંગરપુર -પ્રતાપગઢના ગુરુગોવિંદના ભગતોની બનેલી ભારત દેશની સંપસભાની કારોબારી બેઠક મળેલી
સદર મળેલ બેઠકમા 25 સભ્યોની કારોબારી બનાવી રજીસ્ટ્રેશન બનાવવા નક્કી કરવામા આવ્યુ અને સંપ સભા માનગઢ ધામની બનાવેલ કાર્યાલયનુ અધુરુ રહેલ કામ પુરુ કરવા માટે આયોજન કરવામાં આવ્યું અને દરેક જિલ્લાઓમા જીલ્લા તાલુકા અને ગામ પ્રમાણે સમિતિ બનાવવામા નકી કરી ગુરુગોવિંદની ધમૅ ભક્તિનો બહોળો પ્રચાર થાય તેના માટેનુ આયોજન કરવામાં આવ્યું
આમિટિંગમા માનગઢધામના મહંતશ્રી રામચંદ્ભજીના માર્ગદર્શન હેઠળ માનગઢધામની સંપ સભાના પ્રમુખશ્રી ની ખાલીપડેલી બેઠક પર શીવલાલ નાથુરામજી ની પ્રમુખ તરીકે વરણી સર્વ સંમતિથી કરવામા આવી અને ઉપસ્થિત સંતોભગતોને એક સંગઠીત થઈને આદિવાસી સમાજમાં જાગૃતિ લાવી બાળકોને શિક્ષણ આપવા કુરીવાજો થી દુર રહેવા અને ગુરુ ગોવિંદ મહરાજના ધમૅપ્રચાર કરવા અને સંપથી કામકરવા આહવાન કરવામા આવ્યું