આયુષ્યમાન ભારત મા કાર્ડ થકી ઇલાબેન પોતાના નવજાત શિશુની ખર્ચાણ સારવાર નિ:શુલ્ક કરાવી શકયા
દાહોદ તા.ર૩
આયુષ્યમાન ભારત યોજનાના લાભ દરેક ગરીબ લાભાર્થી પરિવાર સુધી પહોંચે એ માટે દાહોદ જિલ્લામાં એક અભિયાન રૂપે કામગીરી થઇ રહી છે. આ અભિયાન અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર રાબડાલ ખાતે દરેક સગર્ભા માતાને આયુષ્યમાન ભારત કાર્ડ નીકાળી આપવા માટે ખાસ અભિયાન હાથ ધરી મોટી સંખ્યામાં લાભાર્થી નાગરિકોને કાર્ડ વિતરણ કરાયું હતું.
આ અભિયાન અંતર્ગત એક લાભાર્થી સગર્ભા મહિલાને આયુષ્યમાન ભારત મા કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું. જેનો તેમને માત્ર બે દિવસ બાદ જ જરૂર પડી ગઇ અને કાર્ડ હોવાથી તેઓ તાત્કાલિક ખાનગી સ્પેશ્યિલિસ્ટ ડોક્ટર પાસે સારવાર મેળવી શકયા અને તેમના નવજાત શિશુની આરોગ્ય રક્ષા કરી શકયા.
વાત એવી બની કે ઇલાબેન ભુરીયા સગર્ભા અવસ્થાના આખરી દિવસો ચાલી રહ્યાં હતા અને તેમને રાબડાલના હેલ્થએન્ડ વેલનેસ સેન્ટર ખાતે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું. તેમના પતિ રાકેશભાઇ મજૂરી કામ કરતા હોય તેમની આર્થિક સ્થિતિ ખાસી નાજુક હતી.
ઇલાબેન ભુરીયા પ્રસુતિનાં દુખાવા સાથે ગત તા. ૫ મે નાં રોજ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર રાબડાલ ખાતે પ્રસુતિ થઈ હતી. તેમજ માતા બાળક સ્વસ્થ હોય રજા મેળવીને ઘરે ગયા હતા. પરંતુ ત્યાર બાદ ત્રીજા દિવસે બાળકને તાવની ફરિયાદ સાથે તેઓ પરત આવ્યા હતા. જયા તપાસ અને નિદાન કરતા બાળકને સ્પેશ્યિલિસ્ટ ડોક્ટરની જરૂર જણાઇ હતી.
ઇલાબેને આયુષ્યમાન ભારત મા કાર્ડ કઢાવ્યું હોય આ યોજના સાથે જોડાયેલા ખાનગી દવાખાને બાળકને દાખલ કરાયું હતું. જયા નવજાત શિશુને ૧૬ દિવસ સુધી સારવાર અપાઇ હતી. આ તમામ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવી લેવાતા રાકેશભાઇની મોટી રાહત થઇ હતી. કારણ કે આટલી લાંબી અને ખર્ચાણ સારવાર માટે તેમની પાસે પૈસા નહોતા. તેમ છતાં ખાનગી સ્પેશ્યિલિસ્ટ ડોક્ટર પાસે તેમના બાળકની સારવાર નિ:શુલ્ક કરાઇ હતી. ઇલાબેન અને રાકેશભાઇએ આફતના સમયે આર્શીવાદ બનનાર આયુષ્યમાન કાર્ડ માટે સરકારનો આભાર માન્યો હતો.