દાહોદ શહેરની દુધિમતિ નદીમાં પ્રવાહી વહેતું થતા પ્રજામાં આશ્ચર્ય : તંત્ર દોડતું થયું

દાહોદ તા.૨૯

દાહોદ શહેરની દુધિમતિ નદીમાં આજરોજ લાલ કલરનુ પાણી વહેતુ થતાં નજરજનોના ટાળે ટોળા સ્થળ પર આ પાણી જાવા ઉમટી પડ્યા હતા. આ પાણી ક્યાંથી આવ્યું,કેવુ પાણી છે, જેવી અનેક ચર્ચાઓએ હાલ નગરમાં જાર પકડ્યુ છે. દુધિમતી નદીનું આખુ પાણી લાલ નજરે પડતાં લોકોમાં કુતુહલ સાથે આશ્ચર્ય પણ ફેલાયુ હતુ. કોઈ કેમીકલ નાંખી ગયુ કે કોઈ કત્લ કરી ખુનનુ પાણી હશે? જેવી અનેક ચર્ચાઓ ચકડોળે ચઢી છે ત્યારે આ બાબતે તપાસના આદેશો સાથે કલેક્ટરે પાલિકા તથા બીજા વહીવટી તંત્રને સુચના અપાતા હાલ આ પાણી ક્યાથી આવે છે અને કેવુ પાણી છે,તપાસ શરૂ કરવામાં આવી છે.

આજે વહેલી સવારે દાહોદ શહેરની પવિત્ર એવી દુધિમતી નદીના કિનારે લોકટોળા ઉમટી પડ્યા હતા. આ નદીમાં લાલ કલરનુ પાણી આખી નદીમાં વહેતુ થતાં લોકોમાં આશ્ચર્ય સાથે કુતુહલ સર્જાયું હતુ. આ બાબતની જાણ સત્તાધીશોને થતાં તેઓ પણ તાત્કાલિક નદી તરફ દોડી આવ્યા હતા અને આ લાલ કલરના પાણીનો ભેદ ઉકેલવા મથામણ કરતાં પણ નજરે પડ્યા હતા. નદીને અડીને જ આવેલ સ્માશાન ગૃહ, આસપાસના નાળાઓ, રહેણાંક સોસાયટીઓ વિગેરે વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરાઈ રહી છે ત્યારે આ બાબતે દાહોદ જિલ્લા કલેક્ટરને જાણ કરાતાં તેઓ દાહોદ નગરપાલિકા તથા રેલ્વે કારખાનાને પણ જાણ કરી આ પાણી ક્યાથી આવે છે અને કેવુ પાણી છે? જે બાબતે તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે. વધુમાં જાણવા મળ્યા અનુસાર, નદીમાં વહેતુ આ લાલ કલરનુ પ્રવાહી પાણીનું સેમ્પલ તાત્કાલિક અસરથી લેવડાવવા આવે તેમજ તેને એફએશએલમાં પરીક્ષણ માટે સેમ્પલ મોકલી દેવામાં આવે તેવી લાગણી અને માંગણી લોકોમાં ઉઠવા પામી છે. હાલ દાહોદ શહેરની દુધિમતી નદીમાં વહેતુ થઈ રહેલ આ લાલ કલરના પ્રવાહી પાણી વિશે અનેક અફવાઓ,ચર્ચાઓ જાર પકડ્યુ છે જેમાં નદીમાં કોઈ કેમીકલ નાંખી ગયુ હશે, કોઈ પશુઓની મોટી સંખ્યામાં કત્લેઆમ કરી તેનુ ખુન નદીમાં વહેતુ કરી દેવામાં આવ્યુ હશે વિગેરે જેવી અનેક ચર્ચાઓ હાલ ચકડોળે ચઢી છે ત્યારે આ સમગ્ર ઘટના એક તપાસનો વિષય માંગી લે છે કારણ કે, આ પ્રવાહી ઝેરી પણ હોઈ શકે, માનવ અથવા પશુઓના સ્વાસ્થ્યને નુકશાન પણ થઈ શકે, જેથી આ બાબતને ગંભીરતાથી લઈ વહીવટી તંત્ર દ્વારા આ લાલ કલરના પાણીની ચકાસણી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: