જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ શાળામાં ભૂલકાંઓનો કુમ કુમ પગલાં પાડી પ્રવેશ અપાવ્યો : કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ક્રાર્યક્રમ અંતર્ગત એસપી શ્રી બલરામ મીણા ઝાલોદની શાળાઓમાં હાજરરહ્યાં


દાહોદ તા. ૨૫

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ક્રાર્યક્રમ અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ ઝાલોદની માંટલીખુંટા પ્રાથમિક શાળા સહિતની શાળાઓમાં ઉપસ્થિત રહ્યાં હતા અને ભૂલકાંઓના કુમ કુમ પગલાં પાડી પ્રવેશ અપાવ્યો હતો. તેમણે બાળકોને સ્કુલ બેગ, શૈક્ષણિક કીટનું વિતરણ કરીને તેમને પ્રોત્સાહન આપ્યું હતું.
શ્રી બલરામ મીણાએ બાળકો તેમજ શિક્ષકોને સંબોધન કરતા જણાવ્યું કે, શાળાકીય જીવનમાં જ શિસ્ત શીખવા મળે છે. શાળામાં શીખેલા શિસ્તથી વ્યક્તિ કેળવણી મેળવે છે અને કેળવણી થકી વ્યક્તિ જીવનમાં સફળ થાય છે. શિક્ષકોએ બાળકોને પાઠયપુસ્તકો ઉપરાંત શિસ્ત સહિતના પાઠ શીખવવા જોઇએ. તેમણે બાળકોને વિવિધ શૈક્ષણિકકીટનું વિતરણ કર્યું હતું અને બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડયું હતું. બાળકોમાં પણ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની ઉપસ્થિતીથી વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે સરપંચશ્રી, અગ્રણીઓ, ગ્રામજનો, શાળાના આચાર્યશ્રી, બાળકના વાલીઓ ઉપસ્થિત રહ્યાં
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સશક્ત નેતૃત્વમાં ત્રણ દિવસ માટે શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ૧૭ મી શ્રૃખંલા રાજ્યભરમાં ચાલી રહી છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, આગેવાનો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ કરવા કમર કસી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!