ઝાલોદ નગરની ગામડી પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ યોજાયો
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૫
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૨ ની ઊજવણી તા.૨૩/૦૬/૨૦૨૨ ના દિને ગામડી જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલ નિસરતા વર્ગ ગામડી પ્રા.શાળા,માળી વર્ગ પ્રા.શાળા અને વગેલા ગામમાં આવેલ વગેલા વર્ગ પ્રા.શાળામાં કરવામાં આવી. જે માનનીય જિલ્લા પંચાયત સભ્ય શ્રી શ્રીમતી સુમનબેન મુકેશભાઈ ડામોરની અધ્યક્ષતામાં ઉજવાયો. આ કાર્યક્રમમાં પૂર્વ પાર્ટી પ્રમુખ, ભાજપા ઝાલોદ તાલુકા શ્રી મુકેશભાઈ ડામોર, શ્રી જયેશભાઈ પટેલ (સી.આર.સી.), ત્રણેય શાળાનાં આચાર્યશ્રીઓ,વાલીમિત્રો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા. આ પ્રસંગે નવિન પ્રવેશ મેળવેલ કુલ ૧૭૪ બાળકોને કુમકુમ તિલક, મીઠું મો કરાવી, વાજતે-ગાજતે વધાવી શાળા પરીવાર દ્રારા અદ્ભૂત સ્વાગત કરવામાં આવ્યું. તેમજ નવિન પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધન-સામગ્રીની કીટ અને આંગણવાડીના નાનાં ભૂલકાઓને વિવિધ રમકડાં આપી ઉત્સાહ વધાર્યો. આ નિમિતે વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ.