ગરબાડા નગરમાં છોકરી ભગાડી ગયાના મામલે ટોળાનો ઘરો ઉપર હુમલો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં છોકરી ભગાડી જવાને મામલે થયેલ ઝઘડા તકરારમાં ટોળાએ ઘરો ઉપર હુમલો કરી ઘરના નળીયાની, સામાનની તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગરબાડા નગરમાં માળ મોહનીયા ફળિયામાં રહેતાં મોહણીયા કુંટુંબના ભાવસીંગભાઈ દલસીંગ, લાલાભાઈ ભાવસીંગભાઈ, સંજયભાઈ ભાવસીંગભાઈ, વિકાસભાઈ પાનસીંગભાઈ, કલીબેન લાલાભાઈ, ટીનાબેન વિકાસભાઈ, સંગીતાબેન સંજયભાઈ વિગેરેનાઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી હાથમાં લાકડી તથા પથ્થરો લઈ તેઓના ફળિયામાં રહેતાં ચેનીબેન મંગાભાઈ પરમારને ગાળો બોલી, તે અમારી છોકરીને ફોન આફી છોકરી ભગાડવામાં મદદ કરી છે, તેમ કહી ટોળુ એકદમ ઉશ્કેરાઈ ગયું હતું અને ચેનીબેનના ઘરના નળીયાની તોડફોડ કરી ઘરમાં ઘુસી ગયાં હતાં અને ઘરમાં મુકી રાખેલ સરસામાન વેરવીખેર કરી સુમીબેન પ્રતાપભાઈ પરમાર તથા લસુભાઈ નારજીભાઈ પરમારના ઘરોના ઉપરના નળીયાની તોડફોડ કરી આશરે આઠેક હજારનું નુકસાન પહોંચાડ્યું હતું. આ સંબંધે ચેનીબેન મંગાભાઈ પરમારે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વાક્‌શક્તિ, દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં છોકરી ભગાડી જવાને મામલે થયેલ ઝઘડા તકરારમાં ટોળાએ ઘરો ઉપર હુમલો કરી ઘરના નળીયાની, સામાનની તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગરબાડા નગરમાં માળ મોહનીયા ફળિયામાં રહેતાં મોહણીયા કુંટુંબના ભાવસીંગભાઈ દલસીંગ, લાલાભાઈ ભાવસીંગભાઈ, સંજયભાઈ ભાવસીંગભાઈ, વિકાસભાઈ પાનસીંગભાઈ, કલીબેન લાલાભાઈ, ટીનાબેન વિકાસભાઈ, સંગીતાબેન સંજયભાઈ વિગેરેનાઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી હાથમાં લાકડી તથા પથ્થરો લઈ તેઓના ફળિયામાં રહેતાં ચેનીબેન મંગાભાઈ પરમારને ગાળો બોલી, તે અમારી છોકરીને ફોન આફી છોકરી ભગાડવામાં મદદ કરી છે, તેમ કહી ટોળુ એકદમ ઉશ્કેરાઈ ગયું હતું અને ચેનીબેનના ઘરના નળીયાની તોડફોડ કરી ઘરમાં ઘુસી ગયાં હતાં અને ઘરમાં મુકી રાખેલ સરસામાન વેરવીખેર કરી સુમીબેન પ્રતાપભાઈ પરમાર તથા લસુભાઈ નારજીભાઈ પરમારના ઘરોના ઉપરના નળીયાની તોડફોડ કરી આશરે આઠેક હજારનું નુકસાન પહોંચાડ્યું હતું. આ સંબંધે ચેનીબેન મંગાભાઈ પરમારે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!