ઝાલોદ પંચાલ સમાજ મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા સંજેલી ખાતે ધ્વજા ચઢાવવામાં આવી : પંચાલ સમાજની મહિલાઓ દ્વારા જિલ્લાના ભગવાન વિશ્વકર્મા મંદિરો ઉપર પાંચ ધ્વજા ચડાવવા માટેનો કરવામાં આવ્યો છે સંકલ્પ
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૭
ઝાલોદ પંચાલ સમાજ મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા સંજેલી ખાતે થી પ્રથમ ધ્વજા મંદિરના શિખર ઉપર ચડાવવામાં આવી હતી .
ઝાલોદ વિશ્વકર્મા વિકાસ ટ્રસ્ટની બહેનો સૌ બહેનો ઝાલોદ વિશ્વકર્મા મંદીર પર ભેગા થયા અને ઝાલોદથી વિશ્વકર્મા ભગવાનના આશીર્વાદ લઇ સંજેલી ખાતે વાહન દ્વારા ભજન કીર્તન કરતાં સંજેલી મુકામે પહોંચ્યા હતા
ઝાલોદ વિશ્વકર્મા મહિલા વિકાસ ટ્રસ્ટ તરફથી પાંચ ધ્વજા મંદિરોના શિખર ઉપર ચડાવવા માટેનો સંકલ્પ કર્યો હતો જેને લઇને સંજેલીમાં આવેલ ભગવાન વિશ્વકર્મા મંદિરે પ્રથમ ધ્વજા ચડાવવામાં આવી હતી , ત્યારે કહી શકાય કે સંજેલી પંચાલ સમાજ તેમજ ઝાલોદ મહિલા મંડળ સંયુક્ત રીતે મંદિર એકત્રિત થઇ અને પ્રાર્થના આરતી ભજન કિર્તન નું આયોજન કર્યું હતું ત્યારે પૂજાપાઠ કરી અને પ્રસાદી વિતરણ કરી અને ધ્વજા મંદિરના શિખર ઉપર ચડાવવામાં આવી હતી ,ઝાલોદ મહિલા મંડળના પ્રમુખ ભાનુબેન નટુભાઈ પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દાહોદ જિલ્લામાં આવેલા વિશ્વકર્મા મંદિરો સહિતનાં મંદિરોમાં મહિલાઓ દ્વારા સંકલ્પ કરેલી ધજાઓ ને મંદિરો પર ચડાવી અને સંકલ્પ પૂર્ણ કરવામાં આવશે તેમ ઝાલોદ મહિલા મંડળના પ્રમુખ ભાનુબેન પંચાલ, ઉપપ્રમુખ નિલેશ્વરી પંચાલ, મંત્રી જયશ્રીબેન પંચાલ, ખજાનચી જયશ્રીબેન પંચાલ તેમજ કારોબારીની દરેક બહેનો દ્વારા
જણાવવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં દાહોદ યુવક મંડળના પ્રમુખ સંદિપભાઈ ,દાહોદ જિલ્લાના યુવા સંગઠનના મંત્રી દેવેન્દ્રભાઈ ,ધર્મેશભાઈ ,ઝાલોદ વિશ્વકર્મા મંદિરના મહંત શ્રી,ઝાલોદ મંદીર કમિટીના અનિલભાઈ પંચાલ,દિલીપભાઈ પંચાલ હાજર રહ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ મહામંત્રી, કાર્યાધ્યક્ષ , કારોબારીના સભ્યો , તેમજ સંજેલી પંચાલ સમાજ પ્રમુખ ભરતભાઈ પંચાલ , તેમજ મંત્રી કલ્પેશભાઈ પંચાલ સહિત સમાજના સૌ કોઈ વ્યક્તિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભગવાન વિશ્વકર્મા ના દર્શન કરી પૂજા પાઠ પ્રાર્થના સાથે ધન્યતા અનુભવી હતી