ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અગ્નિપથ યોજના ના વિરોધમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું
દાહોદ તા.27

ઝાલોદ તા.27
રિપોર્ટર : પંકજપંડિત
અગ્નિપથ લશ્કરી ભરતી યોજના રદ કરી ફૂલ ટાઇમ ભરતી અમલમાં લાવવા અનુરોધ કરાયો
ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના યુવાનોના ભવિષ્યની ચિંતા કરી અગ્નિપથ યોજના અંતર્ગત લશ્કરમાં ભરતી કરી યુવાનોને ફરજિયાત ભર યુવાનીમાં નોકરીમાંથી નિવૃત્ત કરવાં જે અગ્નિપથ યોજના છે તેનો યુવાઓના ભવિષ્યની ચિંતા કરી રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી
દેશનો યુવા વર્ગ મહેનત કરી લશ્કરમાં જોડાવવાની તૈયારી કરતો હોય અને તેને ચાર વર્ષ નોકરી બાદ બીજી કોઈ નોકરી કે કોઈ જાતનું પેન્શન વગર ફરજીયાત નિવૃત્ત થવું પડે તે દેશના યુવા વર્ગના જીવન સાથે ખીલવાડ તેમજ મજાક ઉડાવાઇ રહ્યો છે, દેશના યુવાનો 18 થી 22 વર્ષની ઉંમરે પોતાની કરિયર બનાવા નીકળતો હોય ત્યારે અગ્નિપથ જેવી યોજનાથી યુવાનીમાં યુવક બેકાર થઈ જાય તે દેશના યુવાનો માટે ક્રુર મશ્કરી છે તેમજ આ યોજના અંતર્ગત કોઈ પેન્શન ન મળે અને બેકાર થઈ જાય તો યુવાઓના ઘર સંસાર અને તેમના સંતાનોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જાય તેવું લાગી રહ્યું છે તેવું આવેદનપત્ર ઝાલોદ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું તેમજ ઉપરોક્ત દરેક વાતોને સરકાર ગંભીરતાથી લઇ અગ્નિપથ યોજના બંધ કરે તેવી માંગણી ઝાલોદ કોંગ્રેસ કમિટી દ્વારા કરાઈ હતી
ઝાલોદ કોંગ્રેસ કમિટિ દ્વારા હાલની સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે આ દેશની બહેરી ,મૂંગી ,આંધળી સરકાર તેની નિષ્ફળતા છુપાવવા દેશના યુવાનોને મૂર્ખ બનાવી તેમની સાથે છેતરપિંડી કરી રહેલ છે ,સરકાર દેશના યુવાનોનું વિચારી તાત્કાલિક અગ્નિપથ યોજના પાછી ખેંચે તેવું આવેદનપત્ર આજરોજ ઝાલોદ કોંગ્રેસ કમિટી દ્વારા આપવામાં આવ્યું હતું

