દાહોદ ખાતે એસ.ટી.બસની ટક્કરે આવેલ વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત

દાહોદ તા.૩૦
દાહોદ શહેરના બસ સ્ટેશન ખાતે કેટલાક દિવસો પુર્વે એક વૃધ્ધ ચાલુ બસમાં ચઢતી વેળાએ બસના ચાલકે પોતાના કબજાની એસટી બસ ગફલત ભરી રીતે હંકારતા અકસ્માતે પડી જતાં તેના પગ ઉપર એસટી બસનું તોતીંગ વ્હીલ ફરી વળતાં તેને દવા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના દરમ્યાન સારવાર લઈ રહેલા વૃધ્ધનું ગતરોજ સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે એસ.ટી. ડ્રાઈવર વિરૂધ્ધ ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.
દાહોદ બસ સ્ટેશન ખાતે કેટલાક દિવસો પુર્વે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં બ્રાહ્મણવાડા અંબાજી મંદિરની સામે રહેતા ચંદ્રકાંત ભાટીયા નામક ચાલુ બસે ચઢવા જતાં હતા તે સમયે એસ.સી.બસના ચાલકે પોતાના કબજાની બસ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારતાં વૃધ્ધ નીચે પડી ગયા હતા અને જેને પગલે તેઓના પગ પર એસટી બસનું વ્હીલ ચઢી ગયુ હતુ. આ બાદ તેઓને દવા સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યા ચંદ્રકાંત ભાટીયાનું સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે મૃતક ચંદ્રકાંત ભાટીયાના પુત્ર બાદલકુમાર ચંદ્રકાંત ભાટીયાએ આ સંબંધે એસ.ટી.ચાલક વિરૂધ્ધ દાહોદ શહેર પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: