ઝાલોદ નગરના લીમડી મુકામે સ્વર્ણકાર ( સોની ) સમાજ દ્વારા સ્નેહ સંમેલન યોજાયું : સામાજિક એકતા, જાગૃતિ, ઉથ્થાન માટે સમાજ એક થાય તે આશયથી સંમેલન યોજાયું

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૩૦

દાહોદ જિલ્લાના લીમડી ગામે તારીખ 26 જૂન 2022ને રવિવારના રોજ શ્રી લીમડી મેઢ ક્ષત્રિય સ્વર્ણકાર સમાજ એટલે કે સોની સમાજ દ્વારા પ્રમુખ શ્રી હસમુખ લાલજી મિશ્રીમલજી ખજવાણીયાની અધ્યક્ષતામાં તેમની કારોબારી મંડળ દ્વારા લીમડી સોની સમાજનો પ્રથમ સ્નેહ સંમેલન તથા સમાજના તેજસ્વી છાત્ર – છાત્રાનો પુરસ્કાર વિતરણ સમારંભ નું સફળ અને શાનદાર આયોજન પ્રાયોજિત કરવામાં આવ્યું હતું,આ સામાજિક કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક એકતા, જાગૃતિ, ઉત્થાન અને પ્રોત્સાહન હતું ,આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ મૈઢ ક્ષત્રિય સ્વર્નકાર સમાજ કાર્યકારીનીના કારોબારી ગણ,ગુજરાત પ્રદેશ મૈઢ સ્વર્ણકાર વેલ્ફેર ફાઉન્ડેશનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તથા મેમ્બર્સ, તથા ગુજરાત પ્રદેશના વિભિન્ન શહેરોમાં સોની સમાજના પદાધિકારીઓને મહિલા પદાધિકારીઓ સાથે આમંત્રણ આપવામાં આવ્યું હતું જેનો સ્વીકાર કરીને તેઓ પધારેલ હતા
લીમડી મેડ ક્ષત્રિય સ્વર્ણકાર સમાજ દ્વારા હર્ષ પૂર્વક તમામ પધારેલ અતિથિઓનું સમાજની બાલિકાઓ દ્વારા કંકુ તિલક કરી તેમજ લીમડી સમાજના સભ્યો દ્વારા ખેસ પહેરાવી તેમજ ગુલદસ્તો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજ, સામાજિક એકતા, ગુજરાત પ્રદેશમાં સામાજિક સંગઠનની વર્તમાન પરિસ્થિતિ,તથા ગુજરાત પ્રદેશ મૈઢ સ્વર્ણકાર વેલફેર ફાઉન્ડેશનની રચના તેના ઉદ્દેશ્ય, તેમજ ગુજરાત પ્રદેશ મૈઢ સ્વર્ણકાર વેલ્ફેર ફાઉન્ડેશનના નેતૃત્વમાં ગુજરાતના અમદાવાદ શહેરમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર ,મધ્યપ્રદેશ, અને ગુજરાત ચાર રાજ્યોનું વિવાહ યોગ્ય યુવક યુવતીઓના પરિચય સંમેલન અને આયોજન પર વિભિન્ન વક્તાઓ દ્વારા સંબોધન આપવામાં આવ્યું હતું
આ સમગ્ર આયોજનનો સંપૂર્ણ શ્રેય શ્રી લીમડી મૈઢ ક્ષત્રિય સ્વર્ણકાર સમાજના સમગ્ર પરિવારજનો, અધ્યક્ષ મહોદય, કારોબારી મંડળ યુવા સંગઠન, તેમજ મહિલા સંગઠનને જાય છે આ બધાને એક સૂત્ર આયોજનમાં લીમડી સોની સમાજના યુવા કારોબારી સદસ્ય ,તથા ગુજરાત પ્રદેશ મૈઢ ક્ષત્રિય સ્વર્ણકારસમાજ કાર્યકારીનીના કારોબારી સદસ્ય, તથા શ્રી અખિલ ભારતીય મૈઢ ક્ષત્રિય સ્વર્ણકાર સમાજ રાષ્ટ્રીય કાર્યકારીનીના સદસ્ય, તથા ગુજરાત પ્રદેશ મૈઢ ક્ષત્રિય સ્વર્ણકાર વેલફેર ફાઉન્ડેશનના ફાઉન્ડર મેમ્બર પ્રવીણ કુમાર પૂનમચંદ સોની દ્વારા મૈઢ ક્ષત્રિય સ્વર્ણકાર સમાજ વેલફેર ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશની કોર કમિટીનું બેઠકનું સફળ આહવાન કરી શાશ્વદજી ખજવાણીયા, દિવ્યેશજી સકવાયા, મહેશજી સુંઢિયા, મુકેશજી સુંઢિયા, કપિલજી ખજવાણીયા, રાજેશજી સુંઢિયા, ગૌતમજી અગરોયા, પીન્ટુ કુમાર અઘરોયા, સોહીલ અઘરોયા, પિયુષ ખજવાણીયા, ગણપત ખજવાણીયા ,પ્રકાશ અઘરોયા, શિવમ સુન્ધ્યા, અનિલજી અગરોયા, સંગીતાબેન સોની, નીરુવાલાબેન સોની ,નરેશજી બબેલીયા, રાજેન્દ્રજી કઢેલ, પંકજજી રુણવાલ, ઇન્દ્રનારાયણજી જંગલવા, સતીજી સોની ,વિકાસજી દેવલ, મહેશજી અગરિયા, મહાવીરજી સોની, ચંચલજી સોની વિગેરેના અથાક સહયોગથી પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું
ગુજરાત પ્રદેશ મૈઢ ક્ષત્રિય સ્વર્ણકાર વેલફર ફાઉન્ડેશનનો મુખ્ય ધ્યેય જલદીમાં જલદી ચાર રાજ્યોમાં વિવાહયોગ્ય યુવક યુવતીઓના સફળ પરિચય સંમેલનનું ગુજરાત પ્રદેશ અમદાવાદ શહેરમાં આયોજન થાય તે હેતુ માટે આ કોર કમિટીની બેઠક સંપન્ન કરવામાં આવી હતી અને જેની યજમાની શ્રી લીમડી મૈઢ ક્ષત્રિય સ્વર્ણકાર સમાજ લીંબડી એ પૂરા હ્રદય અને હર્ષથી અને આતિથ્ય ભાવ થી પૂર્ણ કરવાની કોશિશ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: