ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે દાહોદ શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૩૦
દાહોદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. દાહોદ શહેરમાં ભાવિકો દ્વારા પણ આતુરતાથી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની રાહ જાેઈ રહ્યાં છે ત્યારે રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ શહેરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

