દાહોદ શહેરના ગરબાડા ચોકડી ખાતેથી પોલિસે ૫ ગૌવંશને કતલખાને લઈ જવાતા બચાવી લેવાયા
દાહોદ તા.૩૦
દાહોદ શહેરના ગરબાડા ચોકડી ખાતેથી ૫ ગૌવંશને કતલ માટે લઈ જવાતા હોવાની માહિતી પોલિસને મળતાં પોલિસે આ વિસ્તારમાં વોચ ગોઠવી ઉભા હતા તે સમયે ૫ ગૌ વંશને બચાવી લઈ નજીકની ગૌશાળા ખાતે મોકલી આપ્યાનું જ્યારે પોલિસને જાઈ કેટલાક ઈસમો ગૌવંશને સ્થળ પર મુકી નાસી ગયાનું જાણવા મળે છે.
દાહોદ શહેર પોલિસને મળેલ બાતમીના આધારે ગતરોજ દાહોદ શહેરના ગરબાડા ચોકડી ખાતે વોચ ગોઠવી ઉભા હતા તે સમયે કેટલાક ઈસમો ૫ ગૌવંશને નજીકના કતલખાને લઈ જતા હતા ત્યારે પોલિસે તેમનો પીછો કરતાં ઈસમો ગૌવંશને સ્થળ પર મુકી નાસી જતા પોલિસે ૫ ગૌવંશને નજીકની ગૌશાળા ખાતે મોકલી આપી ગુનો નોંધવાની તજવીજ હાથ ધર્યાનું જાણવા મળે છે.