ફતેપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બ્લડ ડોનેટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો : ફતેપુરામાં ઝાયડસ મેડિકલ કોલેજ અને બ્લડ બેન્ક હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૦૧

ફતેપુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાહોદ ઝાયડસ હોસ્પિટલ અને બ્લડ બેન્ક હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સામૂહિક આરોગ્ય કેન્દ્રના ફરજ પરના ડોક્ટર રિતેશ રાઠવા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 34 યુનિટ બ્લડ મળી રહ્યું હતું મોટી ઢઢેલી પી.એસ.સી ના ડોક્ટર સુરેશ અમલીયાર દ્વારા સંપૂર્ણ બ્લડ બેન્ક નું આયોજન કરી ડોક્ટર રીતેશ રાઠવા ની અધ્યક્ષતા માં વિવિધ ગ્રુપના બ્લડનું કુલ ૩૪ યુનિટ બેગ ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લોકોએ દાન કર્યું હતું લોકોએ ઉત્સાહભેર બ્લડ આપવા માટે મોટી સંખ્યામાં ફતેપુરા આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહ્યા હતા જેમાં સ્થળ પર બ્લડનું ગ્રુપ બ્લડની માત્રા બ્લડ પ્રેશર વજન કરી આપ્યા હતા તેમજ ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તેમજ બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: