પતિ તથા સાસરીયાઓ દ્વારા પરણિતાને ત્રાસ અપાયો : વડોદરા ખાતે પરણાવેલ દાહોદની પરણિતાને પતિ સાસરીયાઓ દ્વારા મારઝુડ કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦3
વડોદરા મુકામે લગ્ન કરાવેલ અને દાહોદ ખાતે પોતાના પિયરમાં આવી પહોંચેલ પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપી, મારઝુડ કરતાં આ સંબંધે પરણિતાએ પોતાના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ દાહોદ મુકામે પોતાના પિયરમાં આવી પોલીસમાં ફરિયાદ નોંધાંવ્યાંનું જાણવા મળે છે.
દાહોદમાં દેસાઈવાડા તળાવ ફળિયામાં પોતાના પિયરમાં આવી પહોંચેલ પરણિતા નંદીનીબેન મીલનકુમાર શાહના લગ્ન આજથી અગીયાર વર્ષ અગાઉ વડોદરા ખાતે શ્રીજી ગ્રીન સોસાયટી, સયાંજીપુરા ખોડીયારનગર, ચાર રસ્તા, ન્યુ વીઆઈપી રોડ ખાતે રહેતાં સોહીલભાઈ રાજેશબાઈ શાહ સાથે સમાજના રીતી રિવાજ મુજબ થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી પરણિતા નંદીદીનીબેનને પતિ સોહીલભાઈ તથા સાસરી પક્ષના રાજેશભાઈ દશરથભાઈ શાહ, ઉર્વશીબેન રાજેશભાઈ શાહ, શોભનભાઈ રાજેશભાઈ શાહ દ્વારા સારૂ રાખ્યાં બાદ પોત પ્રકાશ્યું હતું અને અવાર નવાર મેણા ટોણા મારી પતિ સોહીલભાઈ દ્વારા પરણિતાને શારીરીક અને માનસીક ત્રાસ આપી મારઝુડ કરી, તુ મારા ઘરમાંથી નીકળી જા, હું બીજી બૈરી લાવવાનો છું, તેમ કહેતાં આ બાબતે પરણિતાએ પોતાના સાસરીપક્ષના ઉપરોક્ત લોકોને જણાવતાં તેઓ પણ પોતાના સોહીલભાઈનો સાથ આપી એકદમ ઉશ્કેરાઈ જઈ મારો છોકરો તેને મનફાવે તેમ કરશે, તું અમારા ઘરમાં જાેઈતી જ નથી, તને છુટાછેડા આપી દેવાના છે, તેમ કહી અવાર નવાર પરણિતા નંદીનીબેનને શારિરીક અને માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા નંદીનીબેનને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં નંદીનીબેન પોતાના પિયર દાહોદ મુકામે આવી પહોંચી પોતાના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.