દેવગઢ બારીઆના કાળી ડુંગરી ગામનો બનાવ : પોલીસે રૂા. ૩.૩૩ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બોલેરો ગાડી કબજે કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાળી ડુંગરી ગામેથી પોલીસે એક બોલેરો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો કુલ રૂા. ૩,૩૩,૮૮૪ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૬,૮૩,૮૮૪ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાંનું જ્યારે પોલીસને જાેઈ ગાડીનો ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો. ગત તા.૧ જુલાઈના રોજ દેવગઢ બારીઆ પોલીસને મળેલ બાતમીના આધારે કાળી ડુંગરી ગામે નદી નજીકમાં વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક બોલેરો ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે તેના ચાલકની અટકાયત કરવાની કોશીષ કરતાં પોલીસને ચકમો આપી ગાડીનો ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. ૩૧૨૦ કિંમત રૂા. ૩,૩૩,૮૮૪ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૬,૮૩,૮૮૪નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ફરાર ગાડીના ચાલક વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.