વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી સંદર્ભે આદિવાસી ભવન મુકામે આયોજનની બેઠક યોજાઈ : વિશ્વ આદિવાસી દિવસ ની સાંસ્કૃતિક રેલી માટે બે કન્વીનરો અને બે સહ કન્વીનરોની નિમણૂક કરાઈ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૩

આદિવાસી પરિવાર દ્વારા રવિવારે દાહોદ તાલુકા પંચાયત ની સામે આવેલા આદિવાસી ભવન મુકામે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી આયોજન ના ભાગરૂપે જનરલ બેઠકનું આયોજન થયું હતું આ બેઠકમાં તમામ DCC સભ્યો, સમાજના અગ્રગણ્ય વ્યક્તિઓ ,સમાજ સમર્પિત વ્યક્તિઓ , રાજકીય અને સામાજિક સંગઠનોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા અને તાલુકા કક્ષાએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંદર્ભે વિવિધ ચર્ચા બરાબર કરવામાં આવ્યો હતો તેમ જ ઉજવણી સંદર્ભે જુદી જુદી સમિતિઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

દાહોદ જિલ્લા આદિવાસી પરિવારના સ્વયંસેવકો દ્વારા અગાઉની નવમી ઓગસ્ટના રોજ ભવ્ય વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંદર્ભે દાહોદ તાલુકા પંચાયત પાસે આવેલા આદિવાસી ભવનમાં બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લામાંથી ભાજપ કોંગ્રેસ btp અને આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકરો અને સામાજિક સંગઠનના કાર્યકરો તેમજ આદિવાસી પરિવારના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત સૌ સમાજ જનો દ્વારા સમાજના વિવિધ પ્રશ્નોની ચર્ચા ની સાથે વિશ્વ આદિવાસી દિવસ ને સમાનતાની ભાવના સાથે ઉજવણી કરવા માટે બધાએ પોતપોતાનો મત રજૂ કર્યો હતો. બેઠકમાં વિવિધ ચર્ચા બરાબર ના અંતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે કન્વીનર તરીકે જયેશભાઈ અને સિરીસ ભાઈની સર્વનો મતે નિયુક્તિ કરવામાં આવી હતી જ્યારે સહ કન્વીનર તરીકે રાજેશભાઈ ભાભોર અને કેતનભાઇ બામણીયા ની નિયુક્તિ કરવામાં આવી હતી તેની સાથે કારોબારી કમિટી નાણા કમિટી સહિત વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી હતી તેમજ તબક્કાવારો બેઠકો ગોઠવીને સારી રીતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવનાર છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!