દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની લીમડી પોલીસે મોટરસાઈકલની અટકાયત કરી રૂા. ૪૫ હજારના બિયરનો જથ્થો ઝડપી પાડ્યો : ત્રણ ઈસમો ફરાર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કરંબા ગામેથી પોલીસે એક મોટરસાઈકલના ચાલક પાસેથી રૂા. ૪૫,૮૪૦ના બિયરના જથ્થા સાથે મોટરસાઈકલ મળી કુલ રૂા. ૭૫,૮૪૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાંનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના લીમડી પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ કરંબા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી રહ્યાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક મોટરસાઈકલ પસાર થતાં પોલીસને જાેઈ મોટરસાઈકલ પર સવાર ચાર પૈકી ત્રણ પોલીસને જાેઈ નાસી જવામાં સફળ રહ્યાં હતાં જ્યારે હિતેશભાઈ સુકાભાઈ ડામોર (રહે. લીમડી, કરંબા રોડ, તા. ઝાલોદ, જિ.દાહોદ)ને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી બિયરનો કુલ રૂા. ૪૫,૮૪૦ના જથ્થા સાથે મોટરસાઈકલની કિંમત મળી કુલ રૂા. ૭૫,૮૪૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસે ફરાર સચિન ઉર્ફે હનીસીંગ તૈલી (રહે. લીમડી, તળાવની પાળ, તા. ઝાલોદ, જિ.દાહોદ), મુકુન્દ ઉર્ફે ભયલુ બારીયા (રહે. રણીયાર, તા. ઝાલોદ, જિ.દાહોદ) અને રાજસ્થાનના મોનાડુંગરના દારૂના ઠેકેદાર મળી ચારેય ઈસમો વિરૂધ્ધ લીમડી પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.