ઝાલોદ નગરના સાઈ મંદીર ખાતે મંદિરનો પાંચમો પાટોત્સવ ઉજવાયો : સવારથીજ સાઈ મંદિર ખાતે ભક્તોનો ઘસારો જોવા મળતો હતો

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૦૨

મંદિર ખાતે મહા આરતીમાં દાહોદ સાંસદ જસવંતસિંહ ,શીતલબેન વાઘેલા, નરેન્દ્ર સોની તેમજ અનિતાબેન મછાર હાજર રહ્યા હતા

ઝાલોદ નગરને ધર્મનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે, અહીંયાં દરેક હિન્દુ ધર્મના તહેવારો ખુબજ ભાવ પૂર્વક ભક્તિ સાથે ઉજવવામાં આવે છે આજ રોજ વાલ્મીકિ સમાજ તેમજ સાંઈ મંદિર સમિતિ દ્વારા મંદિરનો પાંચમો પાટોત્સવ ઉજવાયો, સવારથી જ સાઈ મંદીર ખાતે ભક્તોનો ઘસારો જોવા મળતો હતો, સવારથી જ મંદિર ખાતે મંદીરના મહંત સવાર થી જ ધાર્મિક રીતે દરેક પૂજા કરવામાં આવી, ત્યાર બાદ વાલ્મીકિ સમાજ દ્વારા પાટોત્સવ નિમિત્તે નગરમાં સાઈ ભગવાનની  શોભાયાત્રા નગરમાં ઢોલ નગારા તેમજ બેન્ડ સાથે ભજનોની સાથે કાઢવામાં આવી હતી, નગરના ધાર્મિક લોકો દ્વારા દરેક જગ્યાએ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું,છેલ્લે સમગ્ર નગરમાં થી પસાર થઈ શોભાયાત્રા સાઈ મંદીર ખાતે આવી હતી સાઈ મંદીર ખાતે મંદિરે મહા આરતી રાખવામાં આવેલ હતી આ આરતીમાં દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભભોર, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શિતલબેન વાઘેલા ,દાહોદ જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની, ઝાલોદ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ અનિતાબેન મછાર તેમજ ઝાલોદ તાલુકાના ભાજપ સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકા કાઉન્સિલરો,ઝાલોદ નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, ત્યાર બાદ મંદીર ખાતે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ હતું તેમાં  દરેક નગરજનોએ ભાગ લીધો હતો ,સમગ્ર આયોજન વાલ્મીકિ સેવા સમિતિ  દ્વારા કરવામાં આવ્યું હતું, વાલ્મીકિ સમાજના પ્રમુખ બટુલભાઈ ડામોર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામા આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: