ધાનપુરના આગાશવાણી ગામનો બનાવ : ૧૬ વર્ષીય સગીરાના ઘરમાં ઘુસી જઈ યુવકે દુષ્કર્મ આચરી પિતાને મારી નાંખવાની ધમકી આપી ફરાર

રિપોર્ટર : ગનન સોની


દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આગાશવાણી ગામે એક યુવક દ્વારા એક ૧૬ વર્ષીય સગીરાના ઘરમાં ઘૂસી જઈ સગીરા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચાર્ય બાદ તેણીના પિતા ને મારી નાખવાની ધમકી આપી નાસી જતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગત તારીખ ૨૮મી જૂન ના રોજ ધાનપુર તાલુકાના આગાશવાણી ગામે કલાડી ફળિયામાં રહેતો રાહુલભાઈ ફતેસિંહ ઉર્ફે ફતાભાઈ ભુરીયા ધાનપુર તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરના ઘરે આવ્યો હતો અને સગીરાના ઘરમાં સગીરાનો એકલતાનો લાભ લઈ તેણીના ઘરમાં ઘૂસી ગયો હતો અને સગીરાને બેફામ કાળો બોલી મારી નાખવાની ધમકી આપી તેમજ સગીરા સાથે મારઝૂડ કરી તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આ કર્યું હતું આ દરમિયાન સગીરાના પિતા ઘરમાં આવી પહોંચતા રાહુલભાઈ દ્વારા સગીરાના પિતાને મારી નાખવાની ધમકી આપી પોતાની મોટરસાયકલ લઈ નાસી જતા આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલ દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: