ઝાલોદ નગરપાલિકાના કોંગ્રેસ અને અપક્ષના આઠ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા : ગાંધીનગર ખાતે કમલમમા સી.આર.પાટિલ દ્વારા ભાજપમાં પ્રવેશ અપાયો
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૫
ઝાલોદ નગર કોંગ્રેસમાં ભડકો સર્જાયો
ઝાલોદ નગરપાલિકાના આંઠ જેટલા કાઉન્સિલરો કમલમ ખાતે સી.આર.પાટિલના હસ્તે આજરોજ ભાજપમાં જોડાયા હતા, જેમાં ચાર કાઉન્સિલ કોંગ્રેસના અને ચાર કાઉન્સિલ અપક્ષના છે, આથી ઝાલોદ નગર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો ,ઝાલોદ નગરના વોર્ડ નંબર સાતના ચાર અને વોર્ડ નંબર છ ના ચાર કાઉન્સિલરોનો સમાવેશ થાય છે, ઝાલોદ નગર પાલિકા પ્રમુખ સોનલબેન હરેશભાઈ ડીંડોર, દલાભાઈ વસૈયા, પારસીંગભાઈ ડામોર, ખુમનભાઈ ડામોર આ ચાર વોર્ડ નંબર સાતના કાઉન્સિલરો છે તેમજ ચાર અપક્ષના વોર્ડ નંબર છ ના કાઉન્સિલ ભાવેશભાઈ ઉર્ફે બહાદુરભાઈ કટારા, શુક્રમભાઈ માલિવાડ, શંકરભાઈ કટારા, ઝાકીરભાઈ કાનુંગા અપક્ષના કાઉન્સિલ સી.આર.પાટિલની અધ્યક્ષતામાં કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરી ભાજપમાં પ્રવેશ લીધો હતો, આ ઘટનાથી ઝાલોદ શહેરના સમગ્ર ભાજપ પરિવારમાં ખુશી વ્યાપી ગઈ હતી, આ નિર્ણયને ભાજપના દરેક લોકોએ વધાવી લીધો હતો અને એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી, જેથી કહી શકાય કે ઝાલોદ શહેરમાં ભાજપ વધુ મજબુત પક્ષ બનવા તરફ આગળ વધી રહ્યો છે