લીમડી નગરમાં વિજળી પૂજનનો કાર્યકમ યોજાયો
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૦૫
માળી સમાજ મહિલા મંડલ દ્વારા વીજળી પૂજનનો કરવામાં આવ્યો.વીજળી પૂજન પૂર્વજોના સમયથી કરવામાં આવે છે.વાવણી સારી થાય તે હેતુથી વીજળી પૂજન કરવામાં આવે છે.વીજળી સહિત દેવી દેવતાઓનું પણ પૂજન કરવામાં આવ્યું
ઝાલોદ તાલુકાના લીમડી શહેરમાં માળી સમાજ મહિલા દ્વારા વરસાદને રિઝવવા પુજન કરવામાં આવ્યું
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના અનેક વિસ્તારોમાં આજ દિન સુધી વાવણીલાયક વરસાદ વરસ્યો ના હોવાથી ખેડૂતોમાં ચિંતાનું કારણ બન્યું હતું જેમાં વરસાદને રિઝવવા લીમડી શહેરમાં માળી સમાજ મહિલા દ્વારા વરસાદને રિઝવવા પુજન કરવામાં આવ્યું હતું

