ઝાલોદ નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરનાર વ્યાપારિયો પર ચેકિંગ હાથ ધરાયું : બાવીસ કિલો પ્લાસ્ટીક જપ્ત કરાયું અને નવહજાર પાંચસોનો દંડ વસુલાયો
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૫
સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ગુજરાત સરકાર દ્વારા 1 જુલાઈ થી પ્રતિબંધ મુકવામાં આવેલ છે તેના સંદર્ભે ઝાલોદ નગરપાલિકા દ્વારા એક ટીમ બનાવી આખાં નગરમાં ચેકિંગ હાથ ધર્યું હતું , તે સંદર્ભે ઝાલોદ નગરપાલિકા સેનેટરી ઈન્સ્પેક્ટર વિવેક ડામોર અને તેમની ટીમ દ્વારા આજરોજ ઝાલોદ નગરમાં સીંગલ યુઝ પ્લાસ્ટિક વાપરનાર વ્યાપારીઓનું ચેકિંગ હાથ ધરાયું હતું, આ ચેકીંગ દરમ્યાન બાવીસ કિલો પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું અને નવ હજાર પાંચસો જેટલી રકમનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો જેથી વ્યાપારિયોમા ફફડાટ વ્યાપી ગયો હતો