ઝાલોદના કારઠ ગામનો બનાવ : મહિલાએ શારિરીક સંબંધ બાંધવાની ના પાડતાં દંપતિએ મહિલાના પતિને ફટકાર્યાેં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કારઠ ગામે એક પરણિતાને એક ઈસમ દ્વારા વારંવાર મોબાઈલ ફોન પર બિભિત્સ માંગણી કરી અને શારિરીક સંબંધ બાંધવા માટે હેરાન પરેશાન કરતાં આ મામલે પરણિતાના પતિ દ્વારા ઈસમને વાત કરવા જતાં ઈસમ અને તેની પત્નિ દ્વારા પરણિતાના પતિને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૦૩ જુલાઈના રોજ કારઠ ગામે હનુમાન મંદિર ફળિયામાં રહેતો અર્જુનભાઈ મેવાતીયા દ્વારા ઝાલોદ તાલુકામાં રહેતી એક પરણિતાને વારંવાર શરીર સંબંધ બાંધવા માટે મોબાઈલ ફોન ઉપર ફોન કરી હેરાન પરેશાન કરતો હતો અને શરીર સંબંધ બાંધવાની માંગણી કરતાં પરણિતાએ શરીરે સંબંધ બાંધવાની ના પાડતાં અર્જુનભાઈએ પરણિતાને કહેલ કે, હું તને રાખવાનું છું, તારાથી થાય તે કરી લે, હું આખા ફળિયામાં માણસોને કહીને તારી ઈજ્જત કાઢી નાંખવાનો છું, તારૂં અભિમાન હું ઉતારી નાંખવાનો છું, તું મને એકવાર મોકો આપ, મને બોલ નહીં તો હું તને બરબાદ કરી નાંખીશ, તેવી ધાકધમકીઓ આપતાં આ અંગે પરણિતાએ સમગ્ર બાબતની જાણ પોતાના પતિને કરતાં પરણિતાના પતિ દ્વારા અર્જુનભાઈના ઘરે જઈ આ મામલે વાત કરતાં અર્જુનભાઈ અને તેની પત્નિ વસંતીબેન અર્જુનભાઈ મેવાતીયા દ્વારા એકદમ ઉશ્કેરાઈ જઈ પરણિતાના પતિને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે પરણિતા દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.