સરકારી કોલેજ મોરવા હડફ દ્વારા બ્રીજ કોર્સ યોજાશે : GPSC અધ્યાપકો આપશે માર્ગદર્શન

રિપોર્ટર : ભુપેન્દ્ર વણકર

શહેરા તા.૦૫

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ આદિવાસી વિસ્તારમાં ગુજરાત સરકાર દ્વારા 2015થી સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજની સ્થાપના થઇ છે આ વિસ્તારના વિદ્યાર્થીઓને સરળ સુલભ અને ઉત્તમ શિક્ષણ સરકારી અદયાપકો દ્વારા મળી રહ્યું છે. ચાલુ વર્ષે કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન હેતુ બ્રિજ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે 

વિગતવાર માહિતી મુજબ શૈક્ષણિક વર્ષ 2022- 23 નો આરંભ થઈ ગયો છે ત્યારે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમાં એચ એસ સી પાસ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે મોટી સઁખ્યામાં ઓનલાઇન પદ્ધતિથી અરજી કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ આર્ટ્સમાં પ્રવેશ મેળવીને ભવિષ્યમાં કેવી કારકિર્દી બનાવી શકે એ માટે આચાર્ય ડૉ કે જી છાયાએ બ્રિજ કોર્સનું આયોજન કરેલ છે. આ કોર્સ 7 અને 8 જુલાઈના રોજ કોલેજ સમયમાં સવારે 9 થી 11 ના સમયે થશે. બીએમાં પ્રવેશ મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓ જોડાઈ શકશે. આ કોર્સમાં વિદ્યાર્થીઓ કયો વિષય રાખે તો તેને ક્યા ક્ષેત્રમાં આગળ તકો ઉભી થાય એ અંગેનું સચોટ માર્ગદર્શન મળશે. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઇતિહાસ અને મનોવિજ્ઞાનના જીપીએસસી થયેલ અદયાપકો વિદ્યાર્થીઓને માહિતગાર કરશે. આ કોર્સમાં જોડાયા પછી પોતાનું લક્ષ વિદ્યાર્થીઓ જાતે નક્કી કરી શકે એવો આ ઉપક્રમનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.વિદ્યાર્થીઓ પોતાની રુચિ પ્રમાણે શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે હેતુથી કોલેજના અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!