સમગ્ર જિલ્લામાંથી એક દિવસમાં જ ૫૯૭ કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો : દાહોદ જિલ્લા ભાજપમાં ભરતી મેળો જામ્યો,કોંગ્રેસ કંગાળ થઈ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૫
પ્રમુખ શંકર આમલીયાર, સાંસદ જશવંતસિંહ બાભોરે ઓપરેશન લોટસ પાર પાડયુ(પેટા)
દાહોદ જિલ્લામાંથી આજે ૫૯૭ જેટલા કોંગ્રેસી કાર્યકરો ભાજપામાં જોડાઇ ગયા છે.જે તે મુખ્ય નોતાઓને આજે કમલમમાં પ્રદેશ પ્રમુખે ખેસ પહેરાવ્યો હતો ત્યારે એક તરફ ભાજપામાં ભરતી મેળો જામ્યો છે ત્યારે કોંગ્રેસ હવે કાર્યકરો મામલે કંગાળ થઇ ગઇ હોય તેમ લાગી રહ્યુ છે.વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના કાંગર ખરતાં હવે કયારેક કોંગ્રેસનો કિલ્લો કહેવાતો આ વિસ્તાર તેના માટે ખંડેર થવા જઇ રહ્યો છે.
વિધાનસભાની ચુંટણીઓ એ આડે બે ત્રણ મહિના બાકી છે ત્યારે ભાજપે આખાયે રાજ્યમાં ઓપરેશન લોટસ શરુ કરી દીધુ છે.તેના ભાગ રુપે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભરુચ જિલ્લામાંથી કેટલાયે પદાધિકારીઓએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.જેમાં દાહોદ જિલ્લામાંથી પણ મુખ્ય અગ્રણીઓ પણ ભાજપમાં જોડાવા માટે આજે કમલમ પહોંચ્યા હતા.આખુયે ઓપરેશન દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર અને સાંસદ જશવંતસિંહ ભાભોરની નિગરાનીમાં પાર પાડવામાં આવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.તે ઉપરાંત ભાજપમાં ભરતી મેળાની પટકથા લખવા આખાયે જિલ્લામાંથી કેટલાયે ચાણક્યો કામે લાગ્યા હતા.દાહોદ વિધાનસભા વિસ્તારમાં તો કોંગ્રેસ માટે કપરો કાળ આવ્યો હોય તેમ લાગી રહ્યુ છે.કારણ કે દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે સુરેન્દ્રસિંહ બાકલીયાએ જ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપની ટોપી ધારણ કરી લીધી છે.દાહોદ તાલુકા પંચાયતમાં માત્ર ૩૨ વર્ષની વયે પ્રમુખ બનનાર તેવા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસમા ડેલીગેટ નિકુંજ મેડાને પણ કોંગ્રેસમાં સાઇડ લાઇન કરવાની કોશિષ કરાતાં તેઓ પણ ભાજપામાં ભળી ગયા છે.યુવક કોંગ્રેસની ચુંટણી લડીને દાહોદ જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ પદે ચુંટાયેલા નિતેશ યાદવ કે જેઓ મૂળ ભાજપાનુ ગોત્ર જ ધરાવે છે તેમની પણ ઘરવાપસી થઇ છે.દાહોદ શહેર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાલિકામાં કેટલીયે વખત ચુંટાયેલા શેખ નજમુદ્દીન ગાંગરડીવાલા પણ ભાજપામાં જોડાઇ ગયા છે.ઝાલોદ પાલિકાના ચાર કોંગ્રેસ અને ચાર અપક્ષ મળી ૮ નગરસેવકો પણ ભાજપામાં જોડાયા છે ત્યારે અન્ય તાલુકાઓ કે જે કોંગ્રેસનો ગઢ ગણાય છે તેમાંથી પાયાના કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે.આમ કોંગ્રેસમાં ઘર ફુટે ઘર જાય તેવી સ્થિતિનું સર્જન થયુ છે.એમ પણ જાણવા મળ્યુ છે કે આ ઓપરેશન લોટસનું પ્રથમ ચરણ છે ત્યારે આગામી સમયમાં વધુ વિકેટો પાડવામાં આવે તો નવાઇ પામવા જેવુ નહી હોય.
દાહોદ વિધાનસભા વિસ્તાર મજબુત થશે
દાહોદની બેઠક કોંગ્રેસ પોતાના ખિસ્સામાં ગણે છે પરંતુ ગત ચુંટણીમાં લીડ ઘટીને અડધી થઇ ગઇ હતી.ત્યાર બાદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું ધોવાઇ ગઇ હતી.ત્યારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ જે પીઢ કોંગ્રેસી નેતાના પુત્ર છે તેઓ ભાજપમાં ભળ્યા છે.નિકુંજ મેડાની તેમના વિસ્તારમાં ખાસ્સી પકડ છે અને તેમની સાથે સરપંચો પણ ભગવોો ધારણ કરવાના છે.ગત ચુંટણીમાં કેસરિયા લહેર હોવા છતાં ખરોદા જિલ્લા પંચાયત બેઠક પર તેમના પિતાની ઓછા મતે હાર થઇ હતી.૨૦૧૭ની ચુંટણીમાં કોંગ્રેસને મળેલી ૧૫ હજાર જેટલી લીડમાંથી ૧૨ હજાર જેટલી લીડ તેમના વિસ્તારમાંતી જ મળી હતી.શહેરમાં પણ દાઉદી વ્હોરા સમાજમાં પક્ષ મજબુત બનશે.આમ દાહોદ વિધાનસભામાં બનેલું નવું સંગઠન હજી વધુ મજબુત બનશે.
મુખ્ય કોણ કોણ જોડાયુ
સુરેન્દ્ર સિંહ બાકલીયા દા.તા.કોંગ્રેસ પ્રમુખ
નિકુંજ મેડા પ્રદેશ કોંગ્રેસ ડેલીગેટ
નિતેષ યાદવ જિ.યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ
નજમુદ્દીન ગાંગરડીવાલા પીઢ કોંગ્રેસી નેતા
સોનલબેન ડિંડોર ઝા.ન.પા પ્રમુખ
દલાભાઇ વસૈયા કોંગીકાઉન્સીલર
ખુમાનભાઇ ડામોર કોંગી કાઉન્સીલર
પારસિંગભાઇ ડામોર કોંગી કાઉન્સીલ
જ્યોત્સનાબેન કટારા અપક્ષકાઉન્સીલર
જાકીર કાનુગા અપક્ષકાઉન્સીલર
સુક્રમભાઇ માલીવાડ અપક્ષકાઉન્સીલર
ભાવેશ એચ.કટારા અપક્ષકાન્સીલર
મલસિંગ મુનિયા સીનીયર નેતા
સબુર તડવી જી.પં ઉમેદવાર
માવજી રાવત સરપંચ
વીણાબેન ભુરિયા મહિલા કાર્યકર્તા
નવલસિંહ ભુરિયા આપ
ડો.મેહુલ પરમાર મહામંત્રી યુથ કોંગ્રેસ
ડો.નીલેશ બામણીયા બીટીપી પૂર્વ પ્રભારી
નરવત બારીયા બારીયા તા.કોંઉપપ્રમુખ