દાહોદના જેકોટ ગામે ખોટા શક વહેમમાં બે મહિલાઓને માર માર્યાે
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૬
દાહોદ તાલુકાના જેકોટ ગામે ગત તા.૨૯મી જુનના રોજ જેકોટ ગામે જાદા ફળિયામાં રહેતો રૂમાલભાઈ ગલુભાઈ પરમાર પોતાના ગામમાં રહેતાં પોતાના સગા ભાઈ રૂપસીંગભાઈ ગલુભાઈ પરમારના ઘરે આવ્યો હતો અને બેફામ ગાળો બોલી ચંદ્રિકાબેન રૂપસીંગભાઈ પરમાર અને કેશાબેન રૂપસીંગભાઈ પરમાર ઉપર ખોટા શક વહેમ રાખી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી ચંદ્રિકાબેન અને કેશાબેનને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે રૂપસીંગભાઈ ગલુભાઈ પરમારે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.