દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ પ્રેરિત મહિલા સંગઠન દ્વારા સાંસ્કૃતિક સ્પર્ધા યોજાઈ : રંગોળી, લગ્નગીત અને હાલરડાં જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૦૬
દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ પ્રેરિત દાહોદ જિલ્લા મહિલા સંગઠન દ્વારા પંચાલ સમાજની માતાઓ અને બહેનો માટે સામાજિક જીવનના પ્રસંગોમા વણાયેલ પારંપરાંગત રીત રિવાજો પ્રમાણે ગવાતા લગ્ન ગીતો તથા હાલરડાથી નવી પેઢી અવગત થાય અને સ્ત્રી શક્તિમાં આંતરિક રીતે છુપાયેલ પ્રતિભાને પ્રદર્શિત કરવાનો સુનેરો અવસર પ્રાપ્ત થાય તે હેતુથી રંગોળી સ્પર્ધા ,લગ્ન ગીત તેમજ હાલરડા જેવી સ્પર્ધાનું આયોજન ગરબાડા ઝોનમા રાખવામાં આવ્યો હતો, તેમાં દાહોદ જિલ્લામાંથી મોટા પ્રમાણમાં પંચાલ સમાજના મહિલા સંગઠનોએ ભાગ લીધો હતો, તેમજ આયોજનને સફળ બનાવવા પંચાલ સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા, આ સ્પર્ધાનું સંચાલન દાહોદ જિલ્લા મહિલા સંગઠનના પ્રમુખ રીનાબેન.ડી પંચાલ તેમજ સંગઠન મંત્રી નિલેશ્વરીબેન.એ.પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું .આ સ્પર્ધા શ્રી વિશ્વકર્મા મંદીર ગરબાડા ખાતે યોજાયો હતો છેલ્લે સંગઠનના દરેક લોકોએ સાથે ભોજન પ્રસાદી લીધેલ હતી.

