દાહોદ શહેરના અંબિકા નગરની ઘટના : એકના ઘરમાં ઘુસી જઈ મહિલાઓ સામે કપડા ઉતારી બિભિત્સ ચેનચાળા કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૭
દાહોદ શહેરમાં બે મહિલા સહિત ત્રણ જણાએ એક વ્યક્તિના ઘરમાં ઘુસી જઈ તોડફોડ કરી અને એક ઈસમે પોતાના કપડા ઉતારી નગ્ન અવસ્થામાં ઘરની મહિલાઓની છેડતી કરી તેમજ અશ્વિલ હરકતો કરતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ગત તા.૨૯મી જુનના રોજ દાહોદ શહેરમાં આવેલ અંબિકા નગર ખાતે રહેતાં વિશાલ ગણેશરાવ ભોસલે તેમની પત્નિ રૂપેન્દ્ર વિશાલ ભોસલે અને વિશાલભાઈની માતા એમ ત્રણેય જણા પોતાના વિસ્તારમાં રહેતાં રાજેન્દ્રકુમાર શ્યામલાલ રાયના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી રાજેન્દ્રભાઈના ઘરના દરવાજામાંથી લોખંડના સળીયા સાઈડમાં લઈ જઈ કાપવા માટે રાજેન્દ્રભાઈના છોકરાએ જણાવતાં ઉપરોક્ત મહિલા સહિત ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને મારી નાંખવાની ધમકી આપી, તને નોકરી નહીં કરવા દઉ, તેમ કહી વિશાલભાઈએ રાજેન્દ્રકુમારના ઘરની કાચની બારી ઉપર ઈંટો મારી કાચ તોડી નાંખી નુકસાન પહોંચાડી વિશાલભાઈએ પોતાના કપડા ઉતારી નગ્ન અવસ્થામાં રાજેન્દ્રભાઈની છોકરી અને પત્નિ સામે અશ્લિલ હરકત કરી વિશાલભાઈની પત્નિનો હાથ પકડી છેડતી કરી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે રાજેન્દ્રકુમાર શ્યામલાલ રાયએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.