દાહોદ તાલુકાના હિમાલા ગામે લુંટારૂઓએ એક પરિવારને બાનમાં લઈ રૂ.દોઢ લાખ ઉપરાંતની લુંટ ચલાવી ફરાર
દાહોદ તા.૩૦
દાહોદ તાલુકાના હિમાલા ગામે સ્ટેશન ફળિયામાં રાત્રીના દોઢ વાગ્યા સમયે ચાર અજાણ્યા ચોર લુંટારૂઓએ એક મકાનમાં પ્રવેશ કરી પરિવારને બાનમાં લઈ ઘરમાં મુકી રાખેલ કબાટ તથા તિજારીમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપીયા મળી કુલ રૂ.૧,૮૯,૦૦૦ની સનસનાટી ભરી લુંટ ચલાવી નાસી ગયાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના હિમાલા ગામે સ્ટેશન ફળિયામાં રહેતા અનિતાબેન ઉર્ફે અલ્કાબેન રાજેન્દ્રકુમાર ઘાંસીરામ બેરાવત ગત તા.૨૯.૦૯.૨૦૧૯ના રોજ જમી પરવારી તેમનો પરિવાર મીઠી નિંદર માણી રહ્યો હતો તે સમયે ચાર અજાણ્યા ચોર લુંટારૂઓ આશરે ઉંમર ૨૫ થી ૩૫ વર્ષના પેન્ટ શર્ટ પહેરેલ અને મોઢે રૂમાલ બાંધી આવ્યા હતા અને પરિવારને બાનમાં લઈ મકાનમાં મુકી રાખેલ કબાટ અને તિજારીમાંથી સોનાના દાગી તથા રોકડા રૂપીયા મળી કુલ રૂ.૧,૮૯,૦૦૦ ની લુંટ ચલાવી નાસી જતાં આ સંબંધે અનિતાબેન ઉર્ફે અલ્કાબેન રાજેન્દ્રકુમાર બેરાવતે કતવારા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.