ઝાલોદ તાલુકાના લીમડી મુકામેથી ઘર આગળ પાર્ક કરેલી બે ક્રુઝર ગાડીની ચોરી

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૦૭

ઝાલોદ તાલુકાના લીમડી મુકામે કારઠ રોડ પર GJ09-BA-5788 હેમંતભાઇ ગેલોત તેમજ સીમલખેડી ગામે GJ20-N-3885 નંબરની ક્રૂઝર ગાડીઓ પોતાના ઘર આગળ ગાડી માલિકે પાર્ક કરેલ હતી ,આ બંને ગાડીઓ 02-07-2022 ના રોજ રાત્રીનો લાભ ઉઠાવી કોઈ ચોર ચોરી કરીને લઇ ગયેલ છે,તેની અંદાજિત કિંમત 3,00,000 રૂપિયા છે, આજુબાજુના ગામોમાં તપાસ કરતા હજુ સુધી ગાડીઓ મળેલ નથી તેથી 07-07-2022ના રોજ આ અંગેની ફરિયાદ લીમડી પોલીસ મથકે ક્રુઝર ગાડીના માલિકો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: