ઝાલોદ ગામના ગરાડુ મુકામે મેઘરાજાને રીઝવવા દળ કાઢી દરેક મંદિરે કળશ મુકાયા : કાર્યક્રમ અષાઢી પાચમના દિવસે દર વર્ષે ઉજવવામાં આવે છે
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૭
ઝાલોદ તાલુકાના ગરાડુ ગામમાં અષાઢી પાંચમના રોજ મેઘરાજાને રિઝવવા તેમજ વરસાદ સમયસર થાય તે માટે દળ કાઢવામા આવ્યુ હતુ.પવિત્ર દાદપુરી કુંવારી ધામના પરમ પૂજ્ય જ્યોતિષર ભગવાનના આદેશ અનુસાર સંતો,મહંતો ,ભક્તો,ભાઈ-બહેન દ્વારા ઉપવાસ જપ તપ કરી મેઘરાજાને રિઝવવા આ દળ કાઢવામાં આવે છે.આ દળના આગેવાન શકજીભાઇ ગુરુજીના વરદ હસ્તે સમગ્ર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.દાદપુરી કુંવારી ધામના મહંત કોટવાળ આગેવાનોની હાજરીમાં દળ જોડી કુંવારી કન્યાને પિતળના કળશમા જળ ભરી મહંત સંતો ભક્તોના હાથમા ભાલા,ત્રિશુલ,ગદા,ખાંડુ,કોટવાળતેમજ વચ્ચે ચાંદ-સૂરજ વાળી ધોળી અને લીલી પારંપરિક ધજા સાથે ગામના મંદિરે મંદિરે દળ કાઢવામાં આવ્યું હતું.મંદિરોમાં હોમ-હવન તેમજ ઇન્દ્રરાજાના તથા જયોતીસર ભગવાન અને ગુરુ ગોવિંદના ભજનો સાથે દળ કાઢવામાં આવ્યું હતું. નગારા,મંજીરા તમ્બુરાના તાલ સાથે સમગ્ર ગરાડુ ગામ ગુંજી ઉઠ્યુ હતુ.મેઘરાજાને રિઝવવા ગામના મંદિરે મંદિરે ફરીને દળ કાઢવામાં આવ્યું.અંતે મહાદેવના મંદિરે આરતી ભજનકિર્તનનો કાર્યક્રમ રાખેલ હતો.ત્યાર બાદ મહંત શકજીભાઇના ઘરે ભગત ભાઇઓ-બહેનોને જગન કરી જમણવાર રાખવામા આવ્યુ હતુ.